ઓમ શાંતિ, શાંતિ, શાંતિ...ના મંત્રોચ્ચારથી અમેરિકામાં ડેમોક્રૅટિક પાર્ટીના નૅશનલ કન્વેન્શનની શરૂઆત થઈ

23 August, 2024 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાકેશ ભટ્ટે કહ્યું હતું કે આપણામાં ભલે મતભેદ હોય, પણ જ્યારે દેશની વાત આવે ત્યારે આપણે બધાએ એક થવું જ જોઈએ

ભારતીય મૂળના વૈદિક ગુરુ રાકેશ ભટ્ટ

અમેરિકાના શિકાગોમાં ડેમોક્રૅટિક પાર્ટીના નૅશનલ કન્વેન્શનની શરૂઆત ભારતીય મૂળના વૈદિક ગુરુ રાકેશ ભટ્ટે ‘ઓમ શાંતિ, શાંતિ, શાંતિ...’ના મંત્રોચ્ચારથી કરી હતી. ત્રણ દિવસના આ કન્વેન્શનની શરૂઆત પ્રાર્થનાથી કરનારા મૅરિલૅન્ડના શ્રી શિવ વિષ્ણુ મંદિરના પૂજારી રાકેશ ભટ્ટે કહ્યું હતું કે આપણામાં ભલે મતભેદ હોય, પણ જ્યારે દેશની વાત આવે ત્યારે આપણે બધાએ એક થવું જ જોઈએ. અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડેમોક્રૅટિક પાર્ટી તરફથી ભારતીય મૂળનાં કમલા હૅરિસ ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ આ કન્વેન્શનને સંબોધે એ પહેલાં મૂળ બૅન્ગલોરના આ પૂજારીએ અમેરિકાના લોકોને એવી વિનંતી કરી હતી કે તમે એવી વ્યક્તિને સિલેક્ટ કરજો જે વસુધૈવ કુટુમ્બકમમાં માનતી હોય.

international news united states of america chicago political news world news