09 October, 2024 09:05 AM IST | Israel | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગયા વર્ષે ૭ ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કરવાનો માસ્ટરમાઇન્ડ ગણાતો હમાસનો ૬૨ વર્ષનો નેતા યાહ્યા સિનવાર જીવિત હોવાની જાણકારી મળી છે. અહેવાલો જણાવે છે કે તેણે થોડા દિવસો પહેલાં કતરમાં અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. તેને મળનારા લોકોનું કહેવું છે કે તેને ૭ ઑક્ટોબરના હુમલા માટે કોઈ પસ્તાવો નથી. યહૂદીઓ પર કરવામાં આવેલા આ સૌથી મોટા હુમલામાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૦ લોકોને બાનમાં લેવામાં આવ્યા હતા. આ હુમલાના જવાબમાં ઇઝરાયલે કરેલા વળતા પ્રહારમાં ૪૧,૯૦૯ લોકો માર્યા ગયા છે અને ૧૯ લાખ લોકોને સ્થળાંતરિત થવાનો વારો આવ્યો હતો. યાહ્યા સિનવાર પૅલેસ્ટીન રાષ્ટ્ર ઊભું કરવા માગે છે.