Video : ટેક્સાસની મહિલાએ ભારતીયોને ધમકાવ્યા, `ભારત પાછા જાઓ`ના લગાવ્યા નારા

26 August, 2022 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાડા પાંચ મિનિટના આ વીડિયોમાં મહિલા એક વ્યક્તિના ચહેરા પર હુમલો કરતી અને ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં રેકૉર્ડ કરનારી બે મહિલાઓ જોઈ શકાય છે. તેણે ગોળી મારવાની ધમકી પણ આપી છે.

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં ટેક્સાસના પ્લાનમાં સિક્સ્ટી વાઈન રેસ્ટૉરન્ટની પાર્કિંગમાં ભારતીય-અમેપિકન મહિલાઓ વિરુદ્ધ નસ્લવાદી ટિપ્પણી કરતા જોઈ શકાય છે. સાડા પાંચ મિનિટના આ વીડિયોમાં મહિલા એક વ્યક્તિના ચહેરા પર હુમલો કરતી અને ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં રેકૉર્ડ કરનારી બે મહિલાઓ જોઈ શકાય છે. તેણે ગોળી મારવાની ધમકી પણ આપી છે.

પ્લાનો પોલીસ તરફથી જાહેર નિવેદન પ્રમાણે, મહિલાનું નામ એસ્મેરાલ્ડા અપ્ટન છે. તેની ગુરુવારે ધરપકડ કરી લેવામાં આવી. મહિલા પર શારીરિક ઇજા અને આતંકવાદી ધમકી આપવાના આરોપ મૂક્યા હતા. જણાવવાનું કે આ મામલે તપાસ ચાલે છે. આ ઘટનાને પોલીસે એક ઘૃણિત અપરાધ તરીકે લીધી છે.

`ભારત પાછા જાઓ`
વીડિયો સૌથી પહેલા બુધવારે રાતે ફેસબૂક પર શૅર કરવામાં આવ્યો. ત્યાર બાદ ગુપુવારે રેડિટ પર `પ્લાનોમાં કાલે રાતે કેટલાક ભારતીય મિત્રો સાથે ઘટના` શીર્ષક સાથે એક પોસ્ટમાં વાયરલ થયો. આ વીડિયો એપ્ટન ત્યાં ઊભેલી મહિલાઓને `ભારત પાછા જવા` માટે કહે છે. ત્યાર બાદ મહિલા દાવો કરે છે કે તે એક મેક્સિકન અમેરિકન છે. તેનું કહેવું છે કે આ ચાર મહિલાઓનો સમૂહ અમેરિકન નથી. 

તો, બીજા જૂથની મહિલાઓમાંથી એકે પોતાની ટિપ્પણી દ્વારા પલટવાર કર્યો. તેણે કહ્યું, "જો તમે મેક્સિકન છો તો તમે મેક્સિકો પાછા કેમ નથી જતા?"

આ આખા ઘટનાક્રમને પોતાના કેમેરામાં કેદ કરતી મહિલા પર અપ્ટન ભડકે છે. આ દરમિયાન તે તેના પર વાર પણ કરે છે. સાથે જ ગોળી મારવાની ધમકી પણ આપે છે.

નફરત માટે ટેક્સાસમાં કોઈ જગ્યા નથી
કાઉન્સિલ ઑન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (CIR)એ ગુરુવારે એક નિવેદન જાહેર કર્યું. આમાં કહેવામાં આવ્યું છે કે સંગઠને કાયદા પ્રવર્તનને તપાસ કરવા અને અપ્ટન વિરુદ્ધ આરોપ મૂકવા માટે કહ્યું છે. સીએઆઇઆરના કાર્યકારી નિદેશક ફૈઝાન સૈયદે કહ્યું, "પ્લાનોમાં ચાર ભારતીય-અમેરિકન મહિલાઓ વિરુદ્ધ શારીરિક હુમલાનું સ્તર હકિકતે ભયાવહ છે. આ પ્રકારની ઘૃણાનું ઉત્તરી ટેક્સાસમાં કોઈ સ્થાન નથી. અમે આ ઘટનાની તપાસ કરવા માટે આહ્વાન કરે છે."

international news texas