29 April, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલોન મસ્ક
ગયા અઠવાડિયે ભારત આવવાની યોજના મોકૂફ રાખનારા ટેસ્લાના CEO ઇલૉન મસ્ક રવિવારે પાડોશી દેશ ચીન પહોંચ્યા હતા. બીજિંગમાં ઇલૉન મસ્ક વરિષ્ઠ અધિકારીઓને મળીને ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) સૉફ્ટવેરના રોલઆઉટ પર ચર્ચા કરે એવી શક્યતા છે. આ ઉપરાંત તેઓ એ પ્રયાસ કરશે કે ચીન સૉફ્ટવેરના ઍલ્ગરિધમને ટ્રેઇન કરવા માટે એકત્ર કરેલો ડેટા વિદેશમાં ટ્રાન્સફર કરવા તૈયાર થઈ જાય. ટેસ્લાએ ૨૦૨૧થી પોતાના ચાઇનીઝ કાફલા દ્વારા એકત્રિત ડેટાને શાંઘાઈમાં સ્ટોર કર્યો છે અને એને અમેરિકામાં ટ્રાન્સફર નથી કર્યો. મસ્કે અગાઉ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે ટેસ્લા આ મહિને ચીનમાં ગ્રાહકો માટે FSD ઉપલબ્ધ કરાવી શકે છે.