06 September, 2024 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના મિશને વર્ષે ૭૦,૦૦૦ બાળકોને મોતના મુખમાંથી બચાવ્યાં
ઇન્ટરનૅશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ભારતનાં ૩૫ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝના ૨૦૦૦થી ૨૦૨૦ની સાલ વચ્ચેના આંકડાઓ તપાસીને તારવ્યું છે કે ‘સ્વચ્છ ભારત’ અભિયાનને કારણે ભારતમાં નવજાત શિશુઓનાં મોત પ્રિવેન્ટ થયાં છે. સ્વચ્છ ભારત અભિયાન ૨૦૧૪માં લૉન્ચ થયું હતું. એ પછીથી શેરીઓ, રસ્તાઓ અને જાહેર જગ્યાઓની સ્વચ્છતા બાબતે જાગૃતિ કાર્યક્રમો થયા હતા. આ મિશન અંતર્ગત શૌચાલયોની સુવિધા પણ વધારવામાં આવી હતી એ બધાની અસર જોવા મળી છે. પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોનાં મૃત્યુની સંખ્યામાં લગભગ ૭૦,૦૦૦થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.