શ્રીલંકન ઍરલાઇન્સની રામાયણ પર આધારિત ઍડ્વર્ટાઇઝમેન્ટ તમે જોઈ?

11 November, 2024 12:04 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

ભારત અને શ્રીલંકા વચ્ચેની વાત આવે ત્યારે રામાયણકાળનો જૂનો સંબંધ જરૂર યાદ આવે. જોકે આ વખતે કોઈ ભૌગોલિક કે રાજકીય કારણોસર નહીં, એક ઍરલાઇનની ઍડમાં રામાયણની વાર્તા ચમકી છે.

આ ઍડમાં એક દાદી પૌત્રને બાળકોની બુક્સમાંથી રામાયણની સ્ટોરી કહી રહ્યાં છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની વાત આવે ત્યારે રામાયણકાળનો જૂનો સંબંધ જરૂર યાદ આવે. જોકે આ વખતે કોઈ ભૌગોલિક કે રાજકીય કારણોસર નહીં, એક ઍરલાઇનની ઍડમાં રામાયણની વાર્તા ચમકી છે. પાંચ મિનિટની આ ઍડમાં એક દાદી  પૌત્રને બાળકોની બુક્સમાંથી રામાયણની સ્ટોરી કહી રહ્યાં છે. એમાં પૌત્ર પૂછે છે કે કે રાવણ સીતાજીનું કિડનૅપિંગ કરીને કયા ટાપુ પર લઈ જાય છે? ત્યારે દાદીમા તેને રાવણના રાજ અને મૉડર્ન શ્રીલંકાની વાત કરે છે. રામાયણમાં ઉલ્લેખાયેલી તમામ જગ્યાઓ રિયલ છે. વિડિયોમાં એલા ટાઉન પાસેથી રાવણની ગુફા બતાવાય છે જ્યાં સીતાજીને સૌથી પહેલાં રાખવામાં આવેલાં. વિડિયોમાં સીથા અમ્મન ટેમ્પલ જે અશોક વાટિકા સીતામંદિર તરીકે ઓળખાય છે. તામિલનાડુ અને શ્રીલંકાને જોડે છે એ રામેશ્વરમનો નયનરમ્ય રામ સેતુ બ્રિજ આજે પણ છે અને એ જોઈ શકાય એવો છે.

ટૂંકમાં શ્રીલંકામાં સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ વધારવા માટે સ્થાનિક ઍરલાઇનની આ જાહેરાત સોશ્યલ મીડિયા યુઝર્સે બહુ વખાણી છે.

bharat sri lanka ramayan travel news india indian mythology life masala news