સ્પેનમાં આવેલા મયોકાના લોકો કરી રહ્યા છે ટૂરિઝમનો વિરોધ, ટૂરિસ્ટ વધતાં સ્થાનિક લોકો અફૉર્ડ નથી કરી શકતા...

24 July, 2024 03:25 PM IST  |  Madrid | Gujarati Mid-day Correspondent

આ મોંઘવારી તેમની લાયકાતની બહાર હોવાથી લગભગ ૧૦,૦૦૦ લોકોએ પ્રોટેસ્ટ કર્યો હતો.

૧૦,૦૦૦ લોકોએ પ્રોટેસ્ટ કર્યો

સ્પેનના મયોકાના લોકો વધતા ટૂરિઝમનો વિરોધ કરી રહ્યા છે. મોટા ભાગના દેશો ટૂરિઝમને પ્રમોટ કરે છે, કારણ કે એનાથી ઇકૉનૉમી વધે છે અને લોકોને કમાણી થાય છે, પણ મયોકામાં એકમદ ઊલટું છે. મયોકામાં ક્રૂઝ ટ્રિપ અને પ્રાઇવેટ જેટ્સમાં આવનારા લોકોનું પ્રમાણ ખૂબ છે. અલ્ટ્રા લક્ઝરી લાઇફ-સ્ટાઇલ ધરાવતા લોકો માટે પૈસા ખર્ચવા એ સહેલી વાત છે એટલે તેઓ જ્યારે મયોકા આવે છે ત્યારે પૈસાને પાણીની જેમ વહાવી દે છે. ત્યાં લોકો હવે પ્રૉપર્ટી ખરીદતા થઈ ગયા છે. તેઓ વર્ષમાં થોડા મહિના અથવા તો મહિનામાં થોડા દિવસ આવે છે અને આ આઇલૅન્ડ પર પ્રૉપર્ટી ખરીદી લે છે. આઇલૅન્ડ હોવાથી જગ્યા લિમિટેડ હોવાથી ત્યાં ઘરના ભાવ વધી ગયા છે. ત્યાંના સ્થાનિક લોકોને હવે ઘર ખરીદવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે. આ મોંઘવારી તેમની લાયકાતની બહાર હોવાથી લગભગ ૧૦,૦૦૦ લોકોએ પ્રોટેસ્ટ કર્યો હતો. આ પ્રકારનો પ્રોટેસ્ટ આ વર્ષે જ બાર્સેલોના અને કૅનેરી આઇલૅન્ડ જેવી ઘણી જગ્યાએ જોવા મળ્યો હતો.

spain travel travel news inflation life masala international news