સાઉથ કોરિયન અબજોપતિ છૂટાછેડા માટે પત્નીને ૮૩૩૩ કરોડ ચૂકવશે, એ પણ કૅશ

02 June, 2024 11:48 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કોર્ટે SK ગ્રુપના ચૅરમૅનની તમામ સંપત્તિ-મિલકતોની વિગતો મેળવ્યા બાદ ડિવૉર્સ સેટલમેન્ટની રકમ નક્કી કરી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મેમરી ચિપ બનાવતી દુનિયાની બીજી સૌથી મોટી કંપની SK હિનિક્સનો માલિક પત્ની સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યો છે. SK ગ્રુપના ચૅરમૅન ચે-તાઇ વૉનના લગ્નેતર સંબંધને કારણે તેની પત્ની રૉહ-સો યંગે ડિવૉર્સ માગ્યા હતા. હવે સાઉથ કોરિયાની કોર્ટે ડિવૉર્સને મંજૂરી તો આપી છે પણ સાથે ચે-તાઇ વૉનને અધધધ ૧ અબજ ડૉલર (આશરે ૮૩૩૩ કરોડ રૂપિયા), એ પણ કૅશમાં પત્નીને ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાઉથ કોરિયામાં અત્યાર સુધીનું આ સૌથી મોટું ડિવૉર્સ સેટલમેન્ટ માનવામાં આવે છે. છૂટાછેડા લઈ રહેલાં પતિ-પત્નીને ત્રણ સંતાનો છે. કોર્ટે SK ગ્રુપના ચૅરમૅનની તમામ સંપત્તિ-મિલકતોની વિગતો મેળવ્યા બાદ ડિવૉર્સ સેટલમેન્ટની રકમ નક્કી કરી હતી.

international news south korea