સૂર્યગ્રહણના ડરથી અમેરિકન ઈનફ્લુએન્સરે પતિ અને બાળકો સાથે કર્યું કંઈક આવું! વાંચીને કાળજું કંપી જશે તમારું

11 April, 2024 09:43 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Online Correspondent

Solar Eclipse: અમેરિકામાં બની વિચિત્ર ઘટના; એસ્ટ્રોલોજી ઈનફ્લુએન્સર મહિલાએ તેના પતિને ચાકુ મારીને તેના બે બાળકોને ચાલતા વાહનમાંથી ફેંકી દીધા હતા

પ્રતીકાત્મક તસવીર

સૂર્ય ગ્રહણ (Solar eclipse) અને ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) લોકો માટે હંમેશા રોમાંચક વિષય હોય છે. પરંતુ ગત બુધવારે એક અમેરિકન અહેવાલમાં જણાવાયું હતું કે, આઠ એપ્રિલના રોજ અમેરિકામાં જોવા મળેલા સંપૂર્ણ સૂર્યગ્રહણના ઘેરા પડછાયાએ અમેરિકન મહિલાને ડરાવી દીધી હતી, ત્યારબાદ તેણે તેના પતિને ચાકુ માર્યા હતા અને તેના બે બાળકોને ચાલતા વાહનમાંથી ફેંકી દીધા હતા. અમેરિકા (America)ના પોર્શ કેયેન (Porsche Cayenne) વિસ્તારમાં રહેતી આ મહિલા વ્યવસાયે જ્યોતિષી હતી, જેનું નામ ડેનિયલ જોન્સન (Danielle Johnson) હતું.

અમેરિકન મીડિયા અનુસાર, ડેનિયલ જોન્સન સૂર્યગ્રહણના સંશોધનમાં એટલી વ્યસ્ત હતી કે તેને આ સિવાય અન્ય કોઈ બાબતમાં રસ ન હતો, તે આખો સમય તેના સંશોધનમાં વ્યસ્ત રહેતી હતી. આ જ કારણ હતું કે તે સૂર્યગ્રહણથી ડરવા લાગી હતી. બુધવારે જ્યારે સૂર્યગ્રહણને કારણે અમેરિકામાં કાળો પડછાયો દેખાવા લાગ્યો, ત્યારે ડેનિયલ જોન્સન કંઈ સમજી શકી નહીં, તેના હોશ ઉડી ગયા, જેના કારણે ડેનિયલ જોન્સને તેના પતિની છાતીમાં છરો માર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. તેનો પતિ પાઈલટ હતો. ઘટના બાદ તે તેના બે બાળકો સાથે કારમાં પહોંચી હતી, જેમાંથી એકની ઉંમર નવ વર્ષ અને બીજાની આઠ મહિનાની હતી. રસ્તામાં ડેનિયલ જોન્સને બાળકોને ઝડપી કારમાંથી બહાર ફેંકી દીધા. જેના કારણે આઠ મહિનાના બાળકનું મોત થયું હતું પરંતુ નવ વર્ષનો બાળક બચી ગયો હતો. બાદમાં મહિલાની કાર ઝાડ સાથે અથડાઈ હતી અને તેનું મોત થયું હતું.

દુર્ઘટનાના એક દિવસ પહેલા, જોન્સને તેની વેબસાઇટ પર એક લેખ લખ્યો હતો. આ જ લેખમાં તેણે લખ્યું હતું કે, સૂર્યગ્રહણ યુદ્ધનું પ્રતીક છે. બાદમાં, તેણે તેના સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (x) (જે પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતું હતું) એકાઉન્ટ પર એક વિચિત્ર પોસ્ટ પણ કરી જેમાં લખ્યું હતું કે, ‘આ ગ્રહણ આધ્યાત્મિક યુદ્ધનું પ્રતીક છે. તમારી જાતને સુરક્ષિત કરો અને તમારા હૃદયને યોગ્ય સ્થાને રાખો. વિશ્વ અત્યારે સ્પષ્ટપણે બદલાઈ રહ્યું છે અને જો તમારે ક્યારેય કોઈ બાજુ પસંદ કરવાની જરૂર હોય, તો તમારા જીવનમાં યોગ્ય વસ્તુ કરવાનો સમય હવે આવી ગયો છે. મજબૂત રહો તમને આ મળ્યું’

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ ઓનલાઈન પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં સૂર્યગ્રહણને `આધ્યાત્મિક યુદ્ધનું પ્રતીક` ગણાવ્યું હતું. જોકે જ્હોન્સનની પોસ્ટની તપાસ જાસૂસો દ્વારા સમીક્ષા કરવામાં આવી છે, પોલીસે શક્યતાને નકારી કાઢી છે કે ગ્રહણ હત્યામાં ફાળો આપનાર પરિબળ તરીકે જોવાયું છે.

લોસ એન્જલસ (Los Angeles) પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાના થોડા દિવસો પહેલા, ૩૪ વર્ષીય ડેનિયલ જોન્સને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર રેકોર્ડિંગ આર્ટિસ્ટ અને જ્યોતિષ પ્રભાવક તરીકે `અયોકા` નામથી પોસ્ટ કરી હતી.

united states of america los angeles Crime News international news