અમેરિકામાં નાઇટ-ક્લબની બહાર ગોળીબારમાં ત્રણનાં મૃત્યુ

23 July, 2024 10:15 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૧૬ લોકો ઘાયલ થયા હતા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના મિસિસિપી રાજ્યમાં એક નાઇટ ક્લબની બહાર શનિવારે રાતે એક યુવકે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૧૬ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામનારાઓ ૧૯ વર્ષની આસપાસના યુવકો હતા. ઇન્ડિયાનોલા શહેરની ચર્ચસ્ટ્રીટ પરની નાઇટ-ક્લબની બહાર આ ગોળીબાર થયો હતો. આશરે એક ડઝનથી વધારે શૉટ સંભળાયા હતા. આ મુદ્દે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

united states of america international news world news Crime News