મોબાઇલમાં ખૂંપેલા રહેતા હો તો તમને ડિજિટલ ડિમેન્શ્યા થઈ શકે

25 August, 2024 02:04 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડિમેન્શ્યા એટલે એવી અવસ્થા જેમાં તમારી વિચારશક્તિ ક્ષીણ થઈ જાય અને તમારો સ્મૃતિભ્રંશ થઈ જાય.

પ્રતીકાત્મક તસવીર

તમે આખો દિવસ સ્માર્ટફોનમાં કે કમ્પ્યુટરની સ્ક્રીનમાં ગરકાવ રહેતા હો તો તમારે ચેતી જવા જેવું છે. ટેક્નૉલૉજીનો આ રીતનો અતિઉપયોગ આંખો માટે નુકસાનકારક છે એ તો જાણીતી વાત છે, પણ હવે નિષ્ણાતોએ નવી ચિંતાજનક થિયરી રજૂ કરી છે.
ડિજિટલ ઉપકરણોના, ઇન્ટરનેટના વધારે પડતા ઉપયોગને કારણે ડિજિટલ ડિમેન્શ્યા થઈ શકે છે એવી શક્યતા હવે વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિમેન્શ્યા એટલે એવી અવસ્થા જેમાં તમારી વિચારશક્તિ ક્ષીણ થઈ જાય અને તમારો સ્મૃતિભ્રંશ થઈ જાય.
એના માટેનું એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રૉનિક ઉપકરણો મનુષ્યના મગજની ડાબી બાજુને સ્ટિમ્યુલેટ કરે છે અને જમણો ભાગ વપરાતો જ નથી. આપણી એકાગ્રતા માટેમગજનો જમણો ભાગ કારણભૂત હોય છે, પણ ડિજિટલ ડિવાઇસના અતિઉપયોગ દરમ્યાન એ નિષ્ક્રિય રહે છે.

health tips mental health life masala international news washington