midday

Senegal: બે બસ વચ્ચે જોરદાર ટક્કર, નાસભાગ અને બૂમ બરાડા, 40 લોકોના મોત

08 January, 2023 08:04 PM IST  |  Senegal | Gujarati Mid-day Online Correspondent

બે બસ વચ્ચેના ભયાનક અકસ્માતમાં 78થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ આફ્રિકાના સેનેગલ (Senegal Accident)માં રવિવારે બે બસો વચ્ચે સામસામે અથડામણમાં અનેક લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. બે બસ વચ્ચેના ભયાનક અકસ્માતમાં 78થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને બસમાં 125 જેટલા મુસાફરો સવાર હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી શબઘરમાં મોકલી આપ્યો છે. સેનેગલના રાષ્ટ્રપતિ મેકી સેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સેનેગલમાં ત્રણ દિવસનો શોક

રવિવારે મધ્ય સેનેગલમાં બે બસો વચ્ચે થયેલી અથડામણમાં 40 લોકોના મોત બાદ દેશમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ મેકી સેલે દેશમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ અકસ્માતમાં 78 લોકો ઘાયલ પણ થયા છે. સેનેગલના નેશનલ ફાયર બ્રિગેડના પ્રભારી કર્નલ શેખ ફલે જણાવ્યું કે બંને બસમાં કુલ 125 મુસાફરો હતા. જેમાંથી 40 લોકો મૃત્યુ પામ્યા છે. આ અકસ્માત રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એક બસના ટાયરમાં પંચર થવાને કારણે બસ બેકાબૂ થઈને બીજી બસ સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો: જબરું નસીબ : જહાજ ડૂબ્યું, ૪૮ કલાક મધદરિયે રઝળ્યો, બચ્યો

ચીનમાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત 

ચીનના જિયાંગસી પ્રાંતમાં રવિવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

world news west africa international news