પિતાએ ગુમ થયેલી દીકરીને શોધવા પોલીસને ઈ-મેઇલ મોકલી, ઘરમાંથી જ દાટવામાં આવેલો મૃતદેહ મળ્યો

25 June, 2024 08:21 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અનિથા બેગમે દીકરીની હત્યા કરી હોવાના આરોપો ફગાવી દીધા છે

જ્યાંથી દીકરી મળી આવી એ ખાડો.

સાઉદી અરેબિયામાં રહેતા તાહિર નામના પિતાએ ૭ જૂને તેની ૧૭ વર્ષની દીકરી પરવીના ગુમ હોવાની ઈ-મેઇલ ફરીદાબાદ પોલીસને મોકલી હતી અને પોલીસે કરેલી તપાસમાં રવિવારે તેની દીકરીનો દાટી દેવામાં આવેલો મૃતદેહ તેના ઘરમાંથી જ મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં તાહિરની પત્ની અનિથા બેગમને પકડી લીધી છે અને પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવાઈ છે. ઘરમાં દાટી દેવામાં આવેલા પરવીનાના મૃતદેહને ખોદી કાઢીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

તાહિર અને તેની પત્ની અનિથા બેગમ વચ્ચે ખૂબ ઝઘડા થતા હોવાથી તેઓ એકબીજા સાથે વાતચીત કરતાં નહોતાં અને એથી તેણે દીકરી સાથે વાતચીત નહીં થઈ હોવાના પગલે ૧૦ મહિના બાદ ફરિયાદ કરી હતી.

અનિથા બેગમે દીકરીની હત્યા કરી હોવાના આરોપો ફગાવી દીધા છે અને પોલીસને કહ્યું હતું કે તેણે સુસાઇડ કર્યું હતું અને પરિવારની બદનામી થાય એવા ડરથી તેના બે સાથીદારોની મદદથી ઘરમાં જ પરવીનાના મૃતદેહને દાટી દીધો હતો.

international news saudi arabia Crime News