સ્પેસ-સ્ટેશનમાં અટવાઈ ગયેલાં સુનીતા વિલિયમ્સનો પગાર છે વર્ષે ૧.૨૭ કરોડ

27 August, 2024 01:54 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અવકાશમાં જાતે જઈને અભ્યાસ હાથ ધરનારા અવકાશયાત્રીઓ પર જીવનું જોખમ પણ તોળાતું રહે છે.

સુનીતા વિલિયમ્સ

ઍસ્ટ્રોનૉટ્સ એ હાઇલી ટ્રેઇન્ડ અને સ્પેશ્યલાઇઝ્ડ પ્રોફેશનલ્સ ગણાય છે જે ખૂબ જ જટિલ એવા સ્પેસ-મિશન્સને પાર પાડે છે. એમાંય અવકાશમાં જાતે જઈને અભ્યાસ હાથ ધરનારા અવકાશયાત્રીઓ પર જીવનું જોખમ પણ તોળાતું રહે છે. ભારતીય મૂળનાં ઍસ્ટ્રોનૉટ સુનીતા વિલિયમ્સ અત્યારે ચર્ચામાં છે, કેમ કે તેઓ આઠ દિવસ માટે સ્પેસ-સ્ટેશનમાં ગયેલાં, પરંતુ ટેક્નિકલ ખામીઓને કારણે તેઓ ૨૦૨૫માં જ પાછાં આવી શકશે એવું કહેવાઈ રહ્યું છે. ત્યારે સવાલ થાય કે અવકાશયાત્રીઓ કમાતાં કેટલું હશે? દરેક સ્પેસ-એજન્સીનાં પગારધોરણો અલગ-અલગ છે. અમેરિકાની સ્પેસ-એજન્સી નાસાનાં દિગ્ગજ ઍસ્ટ્રોનૉટ છે અને સુનીતા વિલિયમ્સના અનુભવને કારણે તેમને વર્ષે ૧,૨૬,૩૮,૪૩૪ રૂપિયાનો પગાર મળે છે.

nasa international space station life masala international news washington