26 November, 2024 11:33 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાની સિલિકૉન વૅલીમાં રહેતા અમેરિકન ભારતીયોએ કૅનેડા અને બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રૅલી કાઢી.
અમેરિકાની સિલિકૉન વૅલીમાં રહેતા અમેરિકન ભારતીયોએ કૅનેડા અને બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રવિવારે એકજૂટતા રૅલી કાઢી હતી. સિલિકૉન વૅલીના બે (bay) એરિયામાં આશરે બે લાખ ભારતીય અમેરિકનો રહે છે. મિલપિટાસ સિટી હૉલમાં મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો એકઠા થયા હતા અને તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આ રૅલીમાં પ્રમુખ ભારતીય અમેરિકન નેતાઓએ આ બે દેશોમાં હિન્દુઓ પર થતા અત્યાચારની નિંદા કરી હતી. તેમણે કૅનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર અને બંગલાદેશની ડૉ. મોહમ્મદ યુનુસ સરકારને હિન્દુ લઘુમતી કોમની સુરક્ષા માટે પગલાં લેવાની માગણી કરી હતી. કૅનેડાના ટૉરોન્ટો શહેરના બ્રેમ્પ્ટન વિસ્તારમાં હિન્દુ સભા મંદિર પર થયેલા હુમલાની તેમણે આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે કૅનેડામાં અભિવ્યક્તિની આઝાદીના નામે હિન્દુઓ સામે હિંસા કરવાની ખાલિસ્તાની તત્ત્વોને આઝાદી આપવામાં આવી છે.