21 September, 2024 06:55 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેંદ્ર મોદી અમેરિકા જવા રવાના થયા હતા (તસવીર: PTI)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે (PM Narendra Modi US Visit) રવાના થયા છે. તેઓ ક્વોડ લીડર્સની સમિટમાં ભાગ લેશે અને યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએન)ની સમિટને પણ સંબોધિત કરશે અને એનઆરઆઈને મળશે. પીએમ તરીકે નરેન્દ્ર મોદી આ પહેલા પણ ઘણી વખત અમેરિકા જઈ ચુક્યા છે. તેમ જ 1990 ના દાયકામાં જ્યારે તેઓ ભાજપના સામાન્ય નેતા હતા ત્યારે પણ તેમણે અમેરિકાની મુલાકાત લીધી હતી. 1997માં જ્યારે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં ભાગ લેવા અમેરિકા ગયા ત્યારે તેમની બેગ, પાસપોર્ટ અને પૈસા ચોરાઈ ગયા હતા.
આ ઘટનાને યાદ કરતાં અમેરિકામાં રહેતા NRI હિરુભાઈ પટેલે જણાવ્યું હતું કે “વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં મોદીને (PM Narendra Modi US Visit) મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે તેઓ તેમના હોસ્ટના ઘરે પહોંચ્યા ત્યારે તેમની બેગ કારમાં ન હતી. તેમણે ઘણી શોધખોળ કરી પણ બેગ ન મળી. તે બાદ તેમની બેગ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. તે બેગમાં તેમનો પાસપોર્ટ, પૈસા અને કપડાં જેવી મહત્ત્વની વસ્તુઓ હતી. તેઓ સામાન્ય વ્યક્તિ હોત તો તેમનો પાસપોર્ટ ચોરાઈ જાય તો તેમને ચિંતા થાત, પરંતુ નરેન્દ્ર મોદીને જરાય ચિંતા નહોતી કરી. તેમણે તેમના યજમાનને પણ કહ્યું કે જરા પણ ચિંતા ન કરો.
બેગ ચોરાયા બાદ નરેન્દ્ર મોદીએ પાસપોર્ટ (PM Narendra Modi US Visit) માટે અરજી કરી હતી, પરંતુ તેમાં સમય લાગી રહ્યો હતો. આ પછી, તે આગામી પાંચ દિવસ સુધી તેમના હોસ્ટના ઘરે રહ્યા અને પાસપોર્ટની રાહ જોઈ. જ્યારે પાસપોર્ટ આવ્યો, ત્યારે તેમણે હોસ્ટને થોડા ડોલર ઉછીના દેવાનું કહ્યું, કારણ કે તેમના પૈસા પણ ચોરાઈ ગયા હતા. મોદીએ કહ્યું કે હું ભારત પરત ફરતાની સાથે જ તમારા પરિવારને પૈસા પરત કરી દઈશ. જ્યારે તે ભારત આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલું કામ ઉધાર લીધેલા પૈસા પરત કર્યા હતા. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ડૉક્ટર પન્ના બરાઈએ નરેન્દ્ર મોદી સાથે સંબંધિત બીજી ઘટના વર્ણવી છે, જે વર્ષ 1993ની છે. મોદી એક કાર્યક્રમના સિલસિલામાં અમેરિકા આવ્યા હતા અને ડૉ. બરાઈ અને તેમની પત્ની પન્ના બારાઈ સાથે તેમના ઘરે રોકાયા હતા. બારાઈ કહે છે કે મેં મોદીને રોજ કપડા ધોતા અને સૂકવતા જોયા છે, તો એક દિવસ મેં તેમને પૂછ્યું કે શું તેઓ વધારે કપડાં નથી લાવ્યા? આના પર મોદીએ તેમની 22 ઇંચની નાની સૂટકેસ બતાવી કહ્યું કે તેઓ માત્ર બે જોડી કપડાં જ રાખે છે.
તે બાદ વર્ષ 1997માં નરેન્દ્ર મોદીભારતીય જનતા પાર્ટીના (PM Narendra Modi US Visit) રાષ્ટ્રીય મહાસચિવ હતા. એક કાર્યક્રમના સંબંધમાં અમેરિકાના એટલાન્ટા ગયા હતા. તેમને એનઆરઆઈ ગોકુલ કુન્નાથની જગ્યાએ જવાનું હતું. કુન્નાથ પોતે તેમને લેવા એરપોર્ટ ગયા હતા. તેમને લાગ્યું કે મોદી તેમની સાથે ભારે સામાન લાવશે. જોકે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેમના હાથમાં માત્ર એક નાનકડી થેલી હતી, જેમાં તેમના કપડા અને જરૂરી વસ્તુઓ હતી. કુનાથે વિચાર્યું કે બાકીનો સામાન કદાચ ચેક-ઇનમાં હશે અને આવતો હશે. જ્યારે તેમણે મોદીને પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે કોઈ સામાન નથી. આ બધું મારી પાસે છે અને હું તેની સાથે મુસાફરી કરું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટેક્નોલોજી અને નવા ગેજેટ્સના ખૂબ શોખીન છે. તેઓ 90ના દાયકાથી નવી ટેકનોલોજી અને ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. 1997માં જ્યારે તેઓ અમેરિકા (PM Narendra Modi US Visit) ગયા ત્યારે NRI ગોકુલ કુન્નાથના ઘરે મહેમાન બન્યા હતા. કુન્નાથે તેને પૂછ્યું કે શું તે તેની સાથે અમેરિકાથી કોઈ સામાન લેવા કે ખરીદવા માગે છે? ત્યારે મોદીએ કહ્યું કે મારે માઈક્રો કોમ્પ્યુટર જોઈએ છે. તે સમયે કોમ્પ્યુટરમાં 3-4 હજાર નામ, ફોન નંબર અને અન્ય વસ્તુઓ સ્ટોર કરી શકાતી હતી.