24 June, 2023 09:48 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
વૉશિંગ્ટનમાં વાઇટ હાઉસમાં ગઈ કાલે અમેરિકન અને ભારતીય બિઝનેસ લીડર્સ સાથેની મીટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અમેરિકાની તેમની વિઝિટના છેલ્લા દિવસે વૉશિંગ્ટનમાં અમેરિકન અને ભારતીય બિઝનેસ લીડર્સને મળ્યા હતા. પીએમ મોદી સાથેની મીટિંગ માટે વાઇટ હાઉસના ઈસ્ટ રૂમમાં બોઇંગ, ઍમેઝૉન અને ગૂગલના ટોચના બિઝનેસ લીડર્સ એકત્ર થયા હતા. વાઇટ હાઉસ ખાતે ટેક્નૉલૉજી હૅન્ડશેક ઇવેન્ટ ખાતે પીએમ મોદી સાથેની મીટિંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રના ચૅરમૅન આનંદ મહિન્દ્ર અને અમેરિકન ઍસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.