બાળક સાથે દુષ્કર્મ કરનારને અમેરિકાના આ રાજ્યમાં વંધ્યીકરણની સજા મળી શકે છે

07 June, 2024 02:41 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લ્યુસિયાનામાં મંજૂર કરેલા કાયદા પર જો ગવર્નર સહી કરશે તો આખા યુનાઇટેડ સ્ટેટ્સમાં પહેલી વાર સર્જિકલ કાસ્ટ્રેશનનું પગલું લેવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના લ્યુસિયાના રાજ્યમાં બાળકોની જાતીય સતામણી કરનારા લોકોને સર્જિકલ ખસીકરણ કરાવવાની ફરજ પડી શકે છે. આ પ્રક્રિયામાં રેડિયેશન, સર્જરી કે ડ્રગ્સ દ્વારા ટેસ્ટિકલ કાઢી નાખવામાં આવે છે અથવા એને ખતમ કરવામાં આવે છે. લ્યુસિયાનામાં મંજૂર કરેલા કાયદા પર જો ગવર્નર સહી કરશે તો આખા યુનાઇટેડ સ્ટેટ્સમાં પહેલી વાર સર્જિકલ કાસ્ટ્રેશનનું પગલું લેવામાં આવશે. આ કાયદા હેઠળ કોર્ટ ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર બળાત્કાર અથવા અન્ય ગંભીર જાતીય ગુનાઓમાં દોષી ઠરેલા લોકો માટે સર્જિકલ વંધ્યીકરણ કરવાનો આદેશ આપી શકશે.

નોંધનીય છે કે લ્યુસિયાના, કૅલિફૉર્નિયા અને ટેક્સસ રાજ્યોમાં એવા કાયદા પહેલાંથી જ છે જેમાં ન્યાયાધીશો અમુક કિસ્સામાં કેમિકલ કાસ્ટ્રેશનનો આદેશ આપવાની સત્તા ધરાવે છે. જોકે વિરોધ પક્ષો આ બિલનો વિરોધ કરે છે. કેમ કે તેમના મતે આ સજા ક્રૂર છે અને કેમિકલ કાસ્ટ્રેશનની જેમ એમાં કોઈ ઊલટફેર નહીં થઈ શકે.

sexual crime united states of america international news washington life masala