ઓલિમ્પિક્સ પહેલા ફ્રાન્સમાં રેલ નેટવર્ક પર હુમલો: રેલવે લાઇન પર આગ, 8 લાખ ફસાયા

26 July, 2024 03:31 PM IST  |  Paris | Gujarati Mid-day Online Correspondent

Paris Olympic 2024: ફ્રાન્સમાં ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના લગભગ 10 કલાક પહેલા શુક્રવારે પેરિસમાં ટ્રેન નેટવર્ક પર હુમલો થયો છે. પેરિસના સમયાનુસાર, સવારે 5.15 વાગ્યે અનેક રેલવે લાઈન પર તોડફોડ અને આગ લાગવાના સમાચાર સામે આવ્યા.

ઓલિમ્પિક્સ (ફાઈલ તસવીર)

ફ્રાન્સમાં ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના લગભગ 10 કલાક પહેલા શુક્રવારે પેરિસમાં ટ્રેન નેટવર્ક પર હુમલો થયો છે. પેરિસના સમયાનુસાર, સવારે 5.15 વાગ્યે અનેક રેલવે લાઈન પર તોડફોડ અને આગ લાગવાના સમાચાર સામે આવ્યા. BBCના રિપૉર્ટ પ્રમાણે, હુમલાા અડધા કલાકમાં પેરિસથી આવતી-જતી અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. અનેક ટ્રેનો 90 મિનિટ સુધી મોડેથી દોડે છે.

Paris Olympic 2024: હુમલાને કારણે લગભગ 8 લાખ પ્રવાસીઓ સ્ટેશન પર ફસાયા છે. યૂરોસ્ટાર કંપનીએ જણાવ્યું કે તેમણે અનેક ટ્રેનો રદ કરી દીધી છે. હુમલાની સૌથી વધુ અસર લંડનથી પેરિસ જનારી રેલવે લાઈનો પર થઈ છે. હુમલાને જોતા કંપનીએ પોતાની બધી ટ્રેનોને ડાયવર્ટ કરી દીધી ચે.

ફ્રાન્સની સરકારી રેલવે કંપની SNCFએ બધા પેસેન્જર્સ માટે ચેતવણી જાહેર કરી છે. તેમને સ્ટેશન ન જવાની સલાહ આપવામાં આવી છે. SNCFએ પોતાના સેંકડો કર્મચારીઓને ટ્રેન વ્યવસ્થા દુરસ્ત કરવાના કામ પર લગાડી દેવામાં આવ્યા છે. ફ્રાન્સનાં ટ્રાન્સપૉર્ટ મંત્રી પેટ્રીસ વર્ગરાઈટે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા હુમલાની નિંદા કરી છે. તેમને કહ્યું કે સતત SNCF સાથે સંપર્કમાં છીએ.

3 હાઇ સ્પીડ ટ્રેન લાઇન પર હુમલો
Railway Lines in France: ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ફ્રાન્સમાં ત્રણ હાઈ-સ્પીડ ટ્રેન લાઈનો પર સેવા બંધ કરી દેવામાં આવી છે. આમાં એટલાન્ટિક, ઉત્તરીય અને પૂર્વીય રેખાઓનો સમાવેશ થાય છે. પેરિસથી લગભગ 160 કિમી દૂર આવેલા ફ્રાન્સના શહેર એરાસમાં આ હુમલો શરૂ થયો હતો. આ પછી, બીજો હુમલો કોર્ટલેન શહેરમાં ટૂર્સ અને લે મેન્સ લાઇન પર થયો. આ શહેર પેરિસથી લગભગ 144 કિમી દૂર છે.

SNCF ચીફે કહ્યું કે અમારા રેલ નેટવર્ક અને ટ્રાફિકને રાત્રે રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પેરિસના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં ચાલતી TGV લાઇન પર ત્રણ આગ લાગી છે. દક્ષિણમાં લિયોન અને ભૂમધ્ય સમુદ્ર તરફ જતી રેલ્વે લાઇન પર આગ લગાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં રેલ્વે લાઈનોને અસર થઈ
SNCF એ જાહેરાત કરી હતી કે ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં રેલ લાઇનને (Railway Lines in France) અસર થઈ છે. પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના થોડા કલાકો પહેલા જ બનેલી ઘટનાઓની ફ્રેન્ચ અધિકારીઓએ નિંદા કરી હતી. એસએનસીએફના ચીફ એક્ઝિક્યુટિવ જીન-પિયર ફેરાન્ડૌએ જણાવ્યું હતું કે આ ઘટનાથી ફ્રાન્સમાં 800,000 મુસાફરોને અસર થઈ હતી.

આજથી ફ્રાન્સમાં ઓલિમ્પિકનો પ્રારંભ થઈ રહ્યો છે
ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજથી ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકનું આયોજન 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી કરવામાં આવશે. આજે યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં લગભગ 3 લાખ દર્શકો અને 10 હજાર 500 ખેલાડીઓ હાજરી આપવાના છે.

ઉદ્ઘાટન સમારોહ સીન નદી પર ખુલ્લા હવા સમારંભમાં થશે. તેની સુરક્ષા માટે 45 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવશે. તે જ સમયે, સમગ્ર ટૂર્નામેન્ટની સુરક્ષા માટે પેરિસમાં 35 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

france paris railway protection force fire incident Olympics international news world news