23 December, 2022 01:53 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલો થયો છે. સ્થાનિક સમાચાર પત્રોનો દાવો છે કે શુક્રવારની સવારે ઈસ્લામાબાગમાં આઈ-10/4 સેક્ટરમાં એક કારમાં જોરદાર ધમાકો થયો હતો. આતંકીએ પકડાઈ જવાના ડરથી કાર સહિત પોતાને ઉડાવી દીધો, આતંકીની સાથી મહિલા પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેમજ આ દુર્ઘટનામાં એક પોલીસ કર્મચારીનું મોત થયું છે. જ્યારે ચાર પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસનું કેહવું છે કે કારને ચેકિંગ માટે રોકવામાં આવી તો આતંકીએ પોતાની જાતને જ કાર સાથે ઉડાવી દીધી.
ડૉન સમાચારપત્ર અનુસાર ઈસ્લામાબાદ પોલીસ પ્રમાણે" ઈસ્લામાબાદના આઈ-10/4 સેક્ટરમાં શુક્રવારે એક વાહનમાં આત્મઘાતી હુમલો થયો હતો. આ વિસ્ફોટમાં એક પોલીસ કર્મચારી શહીદ થયા છે. જ્યારે કે ચાર પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે તથા બે સામાન્ય નાગરિકને પણ ઈજા પહોંચી છે. આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો:ઇમરાન ખાન હવે ઇમરાન હાશ્મી બની ગયો છે
ઈસ્લામાબાદ પોલીસે કહ્યું કે પોલીસ અધિકારી સ્નેપ-ચેકિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેમણે શંકાસ્પદ વાહનને રોકવા માટે ઈશારો કર્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કાર અધિકારીઓ પાસે રોકાતાં તરત જ વાહનમાં સવાર એક આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી લીધો. આ વિસ્ફોટની ચપેટમાં પોલીસ કર્મીઓ પણ આવ્યાં. પોલીસે જણાવ્યું કે વાહનમાં કેટલા લોકો સવાર હતાં તેની સંખ્યા અંગે કોઈ જાણ નથી.
પોલીસ અધિકારી સોહેલ જફર ચઠ્ઠાએ કહ્યું કે વાહનમાં સવાર કપલ મોટા આતંકી હુમલાના આયોજનમાં હતું. સુસાઈડ બોમ્બથી પોતાને ઉડાવનાર શખ્સ સાથે હાજર મહિલા હજી હોસ્પિટલમાં દાખલ છે. જેવી એ થોડી સાજી છે તેની પૂછપરછ કરવામાં આવશે.