પાકિસ્તાનમાં જજે બળપૂર્વક મુસ્લિમ બનાવાયેલી હિન્દુ છોકરીને પેરન્ટ્સ સાથે મોકલવાની ના પાડી

11 June, 2023 09:34 AM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

દ​ક્ષિણ સિંધ પ્રાંતના બેનઝિરાબાદ જિલ્લામાં સોહના શર્મા કુમારીનું બીજી જૂને તેની મમ્મીની સામે તેના ટ્યુટર અને તેના સાગરિતો દ્વારા ગન પૉઇન્ટ પર અપહરણ કરવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પાકિસ્તાનમાં હિન્દુ બાળકીઓના ધર્મપરિવર્તનનો વધુ એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૪ વર્ષની એક હિન્દુ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું, અને તેને બળપૂર્વક મુસ્લિમ બનાવવામાં આવી હતી અને એક મુસ્લિમ પુરુષની સાથે પરણાવી દેવામાં આવી હતી. તેને એક જિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવી હતી, જ્યાં આ છોકરીએ તેના પેરન્ટ્સની સાથે જવાનો આગ્રહ કર્યો હતો. આમ છતાં, અદાલતે તેને તેના પેરન્ટ્સની સાથે મોકલવાની ના પાડી હતી. દ​ક્ષિણ સિંધ પ્રાંતના બેનઝિરાબાદ જિલ્લામાં સોહના શર્મા કુમારીનું બીજી જૂને તેની મમ્મીની સામે તેના ટ્યુટર અને તેના સાગરિતો દ્વારા ગન પૉઇન્ટ પર અપહરણ કરવામાં આવ્યું હતું. સોહનાને શુક્રવારે લરકાનામાં જિલ્લા કોર્ટમાં લાવવામાં આવી હતી, જ્યાં તેણે જજને જણાવ્યું હતું કે તેનું અપહરણ કરીને બળપૂર્વક મુસ્લિમ બનાવાઈ છે અને તે તેના પેરન્ટ્સની સાથે જવા ઇચ્છે છે. જોકે જજે એમ કહીને ૧૨ જૂન સુધી સુનાવણી મોકૂફ રાખી હતી કે તે પ્રેશરમાં આવીને આ સ્ટેટમેન્ટ આપી રહી હોય એમ જણાય છે.

pakistan jihad karachi international news