કોણ છે અમેરિકન રાજનેતા જેમણે ઇઝરાયલની મિસાઈલ પર લખ્યું `Finish Them`?

29 May, 2024 07:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના પૂર્વ ઉમેદવાર નિક્કી હેલી પોતાના નિવેદન માટે ચર્ચામાં છવાયેલી રહે છે. હવે તેમણે કંઈક એવું કર્યું છે, જેને કારણે તે વાયરલ થઈ ગઈ

તસવીર સૌજન્ય ટ્વિટર

રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના પૂર્વ ઉમેદવાર નિક્કી હેલી પોતાના નિવેદન માટે ચર્ચામાં છવાયેલી રહે છે. હવે તેમણે કંઈક એવું કર્યું છે, જેને કારણે તે વાયરલ થઈ ગઈ. લેબનાન સાથે ઇઝરાયલની ઉત્તર ભાગની બૉર્ડરનો પ્રવાસ કરતા તેમણે આર્ટિલરી શેલ્સ પર `ફિનિશ ધેમ` એટલે કે `તેમને પતાવી દો` લખીને પોતાની સહી કરી. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના પૂર્વ રાજદૂત ડેની ડેનન પણ તેમની સાથે હાજર રહ્યા.

નિક્કી હેલીએ એવા સમયમાં આ આર્ટિલરી શેલ્સ એટલે કે મિસાઈલ પર પોતાની ભડકાઉ સહી કરી છે, જ્યારે ગાઝામાં ઇઝરાયલની સેના કહેર વરસાવી રહી છે. રેકૉર્ડ પ્રમાણે, અત્યાર સુધી યુદ્ધમાં ગાઝામાં 36000 પેલેસ્ટાઈની માર્યા ગયા, જેમાં અનુમાનિત 15000 ફક્ત બાળકો સામેલ છે. તાજેતરમાં જ ઇઝરાયલી સેનાએ પોતાના `મિલિટ્રી ઑપરેશન`નો વિસ્તાર રાફા સુધી લંબાવી દીધો છે, જ્યાં ઇઝરાયલની વૈશ્વિક ટીકા પણ થઈ રહી છે.

નિક્કી હેલીએ કરી બાઈડેનના પ્રશાસનની કરી ટીકા
બાળકો અને મહિલાઓનો જીવલેનારી ઈઝરાયલી સેનાના અંધાધુન કાર્યવાહી વચ્ચે નિક્કી હેલીએ ઇઝરાયલને એક રીતે ઉશ્કેરવાનું કામ કર્યું છે. તેમણે સાથે જ ઇઝરાયલને કરવામાં આવતાં હથિયારોના સપ્લાયને અટકાવવા જેવી કાર્યવાહી માટે જો બાઈડનના પ્રશાસનની ટીકા પણ કરી.

રિપબ્લિકન નેતાએ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કૉર્ટ અને ઈન્ટરનેશનલ કૉર્ટ ઑફ જસ્ટિસની પણ નિંદા કરી, જો પીએમ બેન્જામિન નેતન્યાહૂની ધરપકડ કરવાની માગ કરી રહ્યા છે. ક્રિમિનલ કૉર્ટમાં ઇઝરાયલ વિરુદ્ધ નરસંહારના આરોપો પર પણ વિચાર થઈ રહ્યો છે.

7 ઑક્ટોબરના હુમલાવાળી જહ્યાએ પણ પહોંચી નિક્કી હેલી
હેલીએ કહ્યું, "અમેરિકાએ ઇઝરાયલની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ અને તેમને આ યુદ્ધ કેવી રીતે લડવું તે કહેવાનું બંધ કરવું જોઈએ. તમે મિત્રો છો કે નહીં?તેમની યાત્રામાં દક્ષિણ ઇઝરાયલની યાત્રાનો પણ સમાવેશ થતો હતો, જ્યાં તે 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલામાં બચી ગયેલા લોકોને મળ્યા હતા, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 253 અન્ય લોકોનું અપહરણ થયું હતું.

સોશિયલ મીડિયા ચર્ચાને કારણે હેડલાઈન્સમાં છવાઈ હેલી
નિક્કી હેલીની મિસાઇલ પર સહી કરતી તસવીર અને તોપખાના પરની નિશાની સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવી છે. ઓનલાઇન વપરાશકર્તાઓએ ભૂતપૂર્વ રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવારની ટીકા કરી હતી અને તેમને એક હથિયાર પર સહી કરવાનું કહ્યું હતું જેનો ઉપયોગ મૃત્યુ અને વિનાશ લાવવા માટે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે કે 28 મેથી જ તમે જોયું હશે કે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ `ઑલ આઈઝ ઑન રાફા`ની પોસ્ટથી ભરેલું છે. સોશિયલ મીડિયાના માધ્યમે વિશ્વના લોકો ફિલિસ્તીનને સપૉર્ટ કરવા માટે ઈઝરાઇલી હુમલાનો ઑનલાઈન વિરોધ કરી રહ્યા છે. આ વિરોધમાં વિશ્વભરના લોકો એટલા ઝડપથી સામેલ થયા છે કે એક દિવસમાં 4 કરોડ (40 મિલિયન)થી વધારે લોકોએ આ પોસ્ટને #AllEyesOnRafah સાથે પોસ્ટ કરી દીધી છે.

international news israel hamas gaza strip