28 May, 2024 03:33 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
કોરોના મહામારી વખતેની તસવીર
કોરોનાની મહામારી બાદ તો હજી માંડ માંડ બધુ થાળે પડી રહ્યું છે ત્યાં ફરી આવી જ કોઈ મોટી બીજી મહામારી (Next Pandemic) આવશે એવું સાંભળતાની સાથે જ રૂંવાડા ઊભા થઈ જાય છે.
તાજેતરમાં જ બ્રિટનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે એક એવી ચેતવણી આપી છે કે જેણે ફરી ચિંતા ઊભી કરી છે. તેમણે એવી ચેતવણી આપી છે કે બીજી મહામારીનું આવવું નિશ્ચિત છે અને સરકારે હવે તેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હે ફેસ્ટિવલમાં વાત કરતી વખતે તેઓએ જણાવ્યું હતું કે આગામી સરકારે બ્રિટનની આગામી સંસદીય ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મુખ્ય મુદ્દાઓને થાળે પાડવા માટે પણ તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આગામી મહામારીનો સમયનો કરવાની શરૂ કરી તૈયારી?
તમને જણાવી દઈએ કે WHO દ્વારા પણ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં આવનારી મહામારી (Next Pandemic)નો સામનો કરવા માટે તૈયારીઑની શરૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે WHO એ બેઠકો પણ શરૂ કરી દીધી છે. આગામી મહામારીને પગલે વૈશ્વિક તૈયારીઓને મજબૂત કરવાના હેતુથી સભ્ય દેશોના મંત્રીઓ અને અન્ય ટોચના પ્રતિનિધિઓ સાથે સોમવારે વાર્ષિક બેઠક પણ સંપન્ન થઈ હતી. આ બેઠકમાં જ બ્રિટનના એક અગ્રણી વૈજ્ઞાનિકે કહ્યું છે કે આગામી મહામારી નજીકમાં જ છે અને તેને કેમે કરીને ટાળી શકાય એમ નથી.
સર પેટ્રિક વેલેન્સે કડક શબ્દોમાં આ વાત મૂકી હતી કે અન્ય મહામારી આવશે (Next Pandemic) અને આવનારા વહીવટીતંત્રને કોવિડ-19 સમયે થયેલ કટોકટીના પુનરાવર્તનને ટાળવા માટે સજ્જતાના પ્રયત્નોને પ્રાથમિકતા આપવા વિનંતી સુદ્ધાં કરી હતી.
જોકે, તેમનું માનવું એવું છે કે આપણે કોઈપણ મહામારી (Next Pandemic)ની જો અગાઉથી ઓળખ કરી શકીએ છીએ તો પછી રસી કે પછી તેની સારવાર દ્વારા તેને આગળ વધતાં અટકાવી શકાય છે. જેને કારણે કોરોના મહામારી વખતે લાદવામાં આવેલા સખત પ્રતિબંધોને ટાળી શકાય છે. આ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે આ સુધારાઓ શક્ય હોવા છતાં, તેમને હજુ પણ નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય સંકલનની જરૂર પડશે.
વેલેન્સનું કહેવું એમ થાય છે કે 2023માં G7એ 2021માં ઉઠાવેલા તમામ મુદ્દાઓને ભૂલી જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આપણે જાણીએ છીએ કે આપણી પાસે સૈન્ય હોવું જોઈએ, કારણ કે આ વર્ષે યુદ્ધ થવાનું છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એક રાષ્ટ્ર તરીકે આપણને જેની જરૂર છે તે એક મહત્વપૂર્ણ ભાગ છે. તૈયારી પણ તે જ સંદર્ભમાં જોવી જોઈએ જ્યારે રોગચાળાના કોઈ સંકેતો ન હોય ત્યારે તેને સરળ વસ્તુ તરીકે લઈને બેસી ન રહેવું જોઈએ.