નાસા અને ઇસરો ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર જૉઇન્ટ મિશન મોકલવા સંમત

23 June, 2023 11:09 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકન કંપનીઓ ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ કરશે

પ્રતીકાત્મક તસવીર

ભારતે આર્ટેમિસ સમજૂતીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. આર્ટેમિસ સમજૂતી સ્પેસ સંશોધનમાં આંતરરાષ્ટ્રીય સહરકાર માટે ગાઇડલાઇન્સ અને સિદ્ધાંતો માટે છે. વાઇટ હાઉસે ગઈ કાલે વધુ જણાવ્યું હતું કે નાસા અને ઇસરો ​૨૦૨૪માં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનના જૉઇન્ટ મિશન માટે સંમત થયા છે.
વડા પ્રધાન મોદી અને પ્રેસિડન્ટ બાઇડન વચ્ચેની મીટિંગના કલાકો પહેલાં અમેરિકન ઍડ્મિનિસ્ટ્રેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘સ્પેસના મામલે અમે જાહેર કરી શકીશું કે ભારત આર્ટેમિસ સમજૂતી સાઇન કરવા જઈ રહ્યું છે જે સમગ્ર માનવજાતના લાભ માટે સ્પેસ સંશોધન માટેના સમાન વિઝનને આગળ ધપાવશે.’

અધિકારીઓએ જણાવ્યું હતું કે નાસા અને ઇસરો સમાનવ સ્પેસફ્લાઇટમાં સહકાર માટે આ વર્ષે વ્યૂહાત્મક માળખું ડેવલપ કરવા માટે સંમત થયા છે. એ ઉપરાંત નાસા અને ઇસરો ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન માટેના જૉઇન્ટ મિશન માટે સંમત થયા છે.

અમેરિકન કંપનીઓ ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ કરશે

સેમી કન્ડક્ટર્સની વાત છે તો અમેરિકન કંપનીઓ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે ભારતની સાથે ભાગીદારી કરી રહી છે. માઇક્રોન ટેક્નૉલૉજીએ ઇન્ડિયન નૅશનલ સેમિકન્ડક્ટર મિશનના સપોર્ટથી ભારતમાં સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફૅસિલિટી માટે ૮૦ કરોડ અમેરિકન ડૉલર (૬૫૫૭.૮૦ કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે.
એ ઉપરાંત યુએસ અપ્લાઇડ મટીરિયલ્સે ભારતમાં કમર્શિયલાઇઝેશન અને ઇનોવેશન માટે નવું સેમીકન્ડક્ટર સેન્ટરની જાહેરાત કરી હતી. લૅમ્બ રિસર્ચ ૬૦,૦૦૦ ભારતીય એન્જિનિયર્સને ટ્રેઇનિંગ માટેના પ્રોગ્રામની જાહેરાત કરવા જઈ રહ્યું છે.

nasa isro indian space research organisation washington international news