પૅરિસના ડિઝનીલૅન્ડમાં પાકિસ્તાની પૉલિટિશ્યન શર્મિલા ફારુકી સાથે જોવા મળ્યા મુકેશ અંબાણી

26 July, 2024 01:44 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

શર્મિલા ફારુકી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની નેતા છે અને તેણે ભૂતપૂર્વ વૉલ સ્ટ્રીટ બૅન્કર હાશમ રિયાઝ શેખ સાથે લગ્ન કર્યાં હતાં

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી દીકરા અનંતનાં લગ્ન બાદ પૅરિસમાં વેકેશન માણી રહ્યા છે. તેઓ ફૅમિલી સાથે પૅરિસના ડિઝનીલૅન્ડમાં જોવા મળ્યા હતા. ત્યાં તેમની મુલાકાત પાકિસ્તાનની પૉલિટિશ્યન શર્મિલા ફારુકી સાથે થઈ હતી. શર્મિલા ફારુકી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની નેતા છે અને તેણે ભૂતપૂર્વ વૉલ સ્ટ્રીટ બૅન્કર હાશમ રિયાઝ શેખ સાથે લગ્ન કર્યાં હતાં. ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીનાં મેમ્બર તરીકે નીતા અંબાણીની ફરી પસંદગી કરવામાં આવી છે એથી તેઓ ફરજ બજાવવા ત્યાં ગયાં હતાં. નીતા અંબાણી કામની સાથે ફૅમિલીને પણ સમય આપી રહ્યાં છે. તેઓ ફૅમિલી સાથે ડિઝનીલૅન્ડ ફરવા ગયાં હતાં.

international news mukesh ambani paris disneyland Anant Ambani pakistan life masala