23 February, 2023 09:22 AM IST | washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
વૉશિંગ્ટન ઃ અમેરિકન શૅરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ પુરવાર થયો હતો. ડાઉ જોન્સ, નૅસ્ડેક અને એસઍન્ડપી ૫૦૦માં ભારે કડાકો બોલાયો હતો. શૅરબજારોમાં ફુંકાયેલાં આ તોફાનમાં ટૉપ-ટેન અબજોપતિઓને એક જ દિવસમાં લગભગ ૧૮ અબજ ડૉલર (૧૪૯૦.૮૪ અબજ રૂપિયા)નો ઝટકો લાગ્યો હતો, જેમાં સૌથી વધારે નુકસાન ઇલૉન મસ્કને થયું છે. બીજી તરફ અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં સતત ઘટાડો થવાના કારણે ગૌતમ અદાણી હવે અમીરોના લિસ્ટમાં વધુ બે સ્થાન પીછેહઠ કરીને ૨૭મા સ્થાને આવી ગયા છે. બીજી તરફ મુકેશ અંબાણી દસમા સ્થાને હતા.
મંગળવારે ઇલૉન મસ્કની કંપની ટેસ્લા ઇન્કના શૅર્સમાં પણ ભારે ઘટાડો થયો હતો. ટેસ્લાના શૅર સવાપાંચ ટકા ઘટ્યા તો મસ્કને ૭ અબજ ડૉલર (૫૭૯.૭૭ અબજ રૂપિયા)થી વધુનું નુકસાન થયું છે. ઍપલ ઇન્કથી લઈને ઍમેઝૉન ઇન્ક સુધી અને ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટથી લઈને માઇક્રોસૉફ્ટ કૉર્પ સુધીની કંપનીઓના શૅર્સમાં કડાકો બોલાયો હતો. આ કંપનીઓની સાથે જોડાયેલા ભૂતપૂર્વ કે હાલના સીઈઓ અને શૅરહોલ્ડર્સ પર પણ એની અસર થઈ છે.
બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સ અનુસાર દુનિયામાં બીજા નંબરના અબજોપતિ મસ્કની સંપત્તિ હવે ૧૮૦ અબજ ડૉલર (૧૪,૯૦૮ અબજ રૂપિયા) રહી ગઈ છે. જેફ બેઝોસની સંપત્તિ મંગળવારે ૨.૬૩ અબજ ડૉલર (૨૧૭.૮૩ અબજ રૂપિયા) ઘટીને ૧૧૮ અબજ ડૉલર (૯૭૭૩.૨૯ અબજ રૂપિયા) થઈ ગઈ છે. એ જ રીતે વૉરન બફેટથી લઈને લેરી પેજ સુધીના અબજોપતિઓની સંપત્તિમાં એક અબજ ડૉલર (૮૨.૮૨ અબજ રૂપિયા)થી વધુનો ઘટાડો થયો છે.વૉશિંગ્ટન ઃ અમેરિકન શૅરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ પુરવાર થયો હતો. ડાઉ જોન્સ, નૅસ્ડેક અને એસઍન્ડપી ૫૦૦માં ભારે કડાકો બોલાયો હતો. શૅરબજારોમાં ફુંકાયેલાં આ તોફાનમાં ટૉપ-ટેન અબજોપતિઓને એક જ દિવસમાં લગભગ ૧૮ અબજ ડૉલર (૧૪૯૦.૮૪ અબજ રૂપિયા)નો ઝટકો લાગ્યો હતો, જેમાં સૌથી વધારે નુકસાન ઇલૉન મસ્કને થયું છે. બીજી તરફ અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં સતત ઘટાડો થવાના કારણે ગૌતમ અદાણી હવે અમીરોના લિસ્ટમાં વધુ બે સ્થાન પીછેહઠ કરીને ૨૭મા સ્થાને આવી ગયા છે. બીજી તરફ મુકેશ અંબાણી દસમા સ્થાને હતા.
મંગળવારે ઇલૉન મસ્કની કંપની ટેસ્લા ઇન્કના શૅર્સમાં પણ ભારે ઘટાડો થયો હતો. ટેસ્લાના શૅર સવાપાંચ ટકા ઘટ્યા તો મસ્કને ૭ અબજ ડૉલર (૫૭૯.૭૭ અબજ રૂપિયા)થી વધુનું નુકસાન થયું છે. ઍપલ ઇન્કથી લઈને ઍમેઝૉન ઇન્ક સુધી અને ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટથી લઈને માઇક્રોસૉફ્ટ કૉર્પ સુધીની કંપનીઓના શૅર્સમાં કડાકો બોલાયો હતો. આ કંપનીઓની સાથે જોડાયેલા ભૂતપૂર્વ કે હાલના સીઈઓ અને શૅરહોલ્ડર્સ પર પણ એની અસર થઈ છે.
બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સ અનુસાર દુનિયામાં બીજા નંબરના અબજોપતિ મસ્કની સંપત્તિ હવે ૧૮૦ અબજ ડૉલર (૧૪,૯૦૮ અબજ રૂપિયા) રહી ગઈ છે. જેફ બેઝોસની સંપત્તિ મંગળવારે ૨.૬૩ અબજ ડૉલર (૨૧૭.૮૩ અબજ રૂપિયા) ઘટીને ૧૧૮ અબજ ડૉલર (૯૭૭૩.૨૯ અબજ રૂપિયા) થઈ ગઈ છે. એ જ રીતે વૉરન બફેટથી લઈને લેરી પેજ સુધીના અબજોપતિઓની સંપત્તિમાં એક અબજ ડૉલર (૮૨.૮૨ અબજ રૂપિયા)થી વધુનો ઘટાડો થયો છે.
ટૉપ-ટેન અબજોપતિઓ
૧) બર્નાર્ડ આર્નોલ્ટ - ૧૮૯ અબજ ડૉલર (૧૫,૬૫૩.૮૩ અબજ રૂપિયા)
૨) ઇલૉન મસ્ક - ૧૮૦ અબજ ડૉલર (૧૪,૯૦૮.૪૧ અબજ રૂપિયા)
૩) જેફ બેઝોસ - ૧૧૮ અબજ ડૉલર (૯૭૭૩.૨૯ અબજ રૂપિયા)
૪) બિલ ગેટ્સ - ૧૧૬ અબજ ડૉલર (૯૬૦૭.૬૪ અબજ રૂપિયા)
૫) વૉરન બફેટ - ૧૦૬ અબજ ડૉલર (૮૭૭૯.૪૦ અબજ રૂપિયા)
૬) લેરી એલિસન - ૧૦૧ અબજ ડૉલર (૮૩૬૫.૨૭ અબજ રૂપિયા)
૭) સ્ટીવ બૉલમેર - ૯૦.૩ અબજ ડૉલર (૭૪૭૯.૦૫ અબજ રૂપિયા)
૮) લેરી પેજ - ૮૬.૬ અબજ ડૉલર (૭૧૭૨.૬૦ અબજ રૂપિયા)
૯) કાર્લોસ સ્લિમ - ૮૩.૮ અબજ ડૉલર (૬૯૪૦.૬૯ અબજ રૂપિયા)
૧૦) મુકેશ અંબાણી - ૮૩.૪ અબજ ડૉલર (૬૯૦૭.૫૬ અબજ રૂપિયા)