20 April, 2023 12:49 PM IST | San Francisco | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફેસબુકની પેરન્ટ કંપની મેટા વધુ એક વખત છટણીની તૈયારીમાં છે. આ વખતે ફેસબુક, વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય પ્લૅટફૉર્મ્સ પર છટણીની અસર જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર મેટા પોતાની ટીમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. સાથે જ ફાઉન્ડર માર્ક ઝકરબર્ગના વધારે કાર્યક્ષમતાના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને છટણી કરવામાં આવી રહી છે. મેટાએ કંપનીના મૅનેજરોને છટણીની જાહેરાત કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. છટણીના આ રાઉન્ડમાં ૧૦,૦૦૦ કર્મચારીઓની નોકરી જઈ શકે છે. મેટાએ આ પહેલાં નવેમ્બરમાં જ તેના સ્ટાફના ૧૩ ટકા એટલે કે લગભગ ૧૧,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી.