07 April, 2023 12:19 PM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
યુકેમાં લેબર પાર્ટીએ લેસ્ટરમાં એના ૧૮ કાઉન્સિલરનાં નામ રદ કર્યાં છે જેમાં એના તમામ હિન્દુ કાઉન્સિલર્સ પણ સામેલ છે. એના લીધે હવે આ કાઉન્સિલર્સ મે મહિનામાં યોજાનારી આગામી લોકલ ચૂંટણીમાં ઉમેદવારી નહીં નોંધાવી શકે. આ ૧૮ કાઉન્સિલર્સમાંથી છ હિન્દુ અને એક ક્રિશ્ચન સહિત સાત ભારતીય મૂળના ઉમેદવારો છે. બીજી તરફ કૅનેડાના ઓન્ટેરિયોમાં વધુ એક હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ મંદિર પર સ્પ્રેથી હિન્દુ વિરોધી અને ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું. ઓન્ટેરિયોના વિન્ડસર સિટીની પોલીસે જણાવ્યું હતું કે એણે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને તેઓ બે શકમંદોની શોધ કરી રહ્યા છે. ઓટાવા, કૅનેડામાં હાઈ કમિશને આ ઘટનાની આકરી ટીકા કરી હતી. કૅનેડામાં આ પહેલાં પણ હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ બની છે.