05 April, 2023 02:19 PM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
એક ભારતીય સ્ટુડન્ટને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાંથી ડિસક્વૉલિફાય કરવામાં આવ્યો હતો. એનું કારણ આપતાં તેણે દાવો કર્યો હતો કે તે ભારતીય અને હિન્દુ હોવાના કારણે તેની છબિને નુકસાન પહોંચાડવા માટે એક કૅમ્પેન ચલાવવામાં આવ્યું હતું, જેના પરિણામે તેને ડિસક્વૉલિફાય કરાયો હતો.
મૂળ હરિયાણાનો અને લંડનમાં એક અગ્રણી યુનિવર્સિટીમાં પોસ્ટગ્રૅજ્યુએટ લૉ ડિગ્રીનો સ્ટડી કરતા કરણ કટારિયાએ કહ્યું હતું કે સાથી સ્ટુડન્ટ્સના સપોર્ટથી તે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના સ્ટુડન્ટ્સ યુનિયનના મહાસચિવના પદ માટે ઇલેક્શન લડવા માટે પ્રેરાયો હતો. જોકે ગયા અઠવાડિયે તેને આધાર વિનાના આરોપોને લઈને ડિસક્વૉલિફાય કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે કમનસીબે કેટલાક લોકો એક ઇન્ડિયન હિન્દુને આ યુનિયનનું નેતૃત્વ કરતાં જોઈ શકતા નથી. તેમણે મને બદનામ કરવાની કોશિશ કરી.