27 May, 2024 11:55 AM IST | Port Moresby | Gujarati Mid-day Correspondent
પપુઆ ન્યુ ગિનીના યમ્બલી ગામમાં ભૂસ્ખલન બાદ લોકો કાદવ સાફ કરી રહતા હતા (તસવીર સૌજન્ય મિડ-ડે)
આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠને રવિવારે પપુઆ ન્યુ ગિનીમાં થયેલા ભયાનક ભૂસ્ખલનમાં (Landslides in Papua New Guinea) 670 કરતાં વધુ લોકોનું મૃત્યુ થયા હોવાનો અંદાજ આપ્યો હતો જોકે હવે નવા મળેલા અહેવાલ મુજબ આ ભયાવહ ભૂસ્ખલનમાં 2,000થી વધુ લોકો દટાયા હોઈ શકે છે જેથી આ મૃત્યુઆંક વધી શકે છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી. દક્ષિણ પેસિફિકમાં આવેલો ટાપુ દેશ પપુઆ ન્યુ ગિનીમાં થયેલા ભયાનક ભૂસ્ખલન બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે પપુઆ ન્યુ ગિનીના યામ્બલી ગામ અને એન્ગા પ્રાંત વિસ્તારમાં શુક્રવારે થેયલા લેન્ડ સાઇલ્ડમાં 150થી વધુ ઘરો દટાઇ ગયા હોવાની માહિતી જાહેર કરવામાં આવી હતી. જોકે આ પહેલા પ્રાથમિક અંદાજમાં 60 જેટલા ઘરોને લેન્ડ સ્લાઇડને લીધે નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું હતું.
પાપુઆ ન્યૂ ગિનીયાના ગ્રામીણ વિસ્તારોમાંત થયેલા ભૂસ્ખલન બાદ જમીન નીચે દટાયેલાં અને જખમી થયેલા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે આ દરમિયાન અનેક રેસક્યું ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતી. આ લેન્ડ સ્લાઇડમાં વિસ્તારના અનેક ગામો દટાઈ ગયા હતા જેમાં એક ઘરમાંથી ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત (Landslides in Papua New Guinea) થયા હોવાનો અંદાજ છે લીધા હતા. જેથી આ હોનારતમાં મૃત્યુ આંક વધીને 670 જેટલો પહોંચી ગયા હોવાની અંદાજ છે અને ભૂસ્ખલન બાદ હજી પણ લોકો જમીન નીચે દટાયા હોવાથી આ મૃત્યુઆંક વધવાનો આંદાજ છે.
પાપુઆ ન્યૂ ગિનીયા સરકારની માહિતી મુજબ આ લેન્ડ સ્લાઇડમાં ત્રણ ગામો જમીન નીચે દટાઇ ગયા હોવાનો અંદાજ છે. આ ગામમાં લગભગ 4,000 જેટલા લોકો રહે છે. શુક્રવારે આ ઘટબાઘટનાનો મૃત્યુઆંક (Landslides in Papua New Guinea) 100 જેટલો નોંધવામાં આવ્યો હતો જોકે તે હવે વધુ 670ને પણ પાર થઈ ગયો, પણ રવિવારે સુધીમાં રેસક્યું ટીમને કાટમાળમાંથી માત્ર પાંચ મૃતદેહો અને વધુ એક મૃતકનો એક પગ મળી આવ્યો હતો.
લેન્ડ સ્લાઇડ બાદ આ વિસ્તારોમાં બચી ગયેલા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે. અહીંની સરકાર દ્વારા હાલમાં બીજા દેશો પાસેથી મદદ મળે તે માટેની તૈયારી કરવામાં આવી રહી છે. લેન્ડ સ્લાઇડ બાદ હજારોની સંખ્યામ લોકો 20 થી 26 ફૂટ જમીનની અંદર દટાઇ ગયા હોવાની અંદાજ છે તેમ છતાં તેમની શોધ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ઘટના સ્થળેથી દૂર એક સુરક્ષિત જગ્યાએ રેસક્યું કેમ્પ સ્થાપીત કરવામાં આવ્યું છે. ઘટના બાદ કાટમાળ ત્રણથી ચાર ફૂટબૉલ મેદાના કદના વિસ્તારમાં ફેલાયું છે તેમ જ દેશના એક મુખ્ય હાઇવેને પર પણ ફેલાતા તે બંધ થઈ ગયી છે. પ્રાંતીય રાજધાની વેગાબગથી 60 કિલોમીટર દૂર આવેલા અસરગ્રસ્ત ગામોમાં ખોરાક, પાણી અને અન્ય જીવન જરૂરી વસ્તુઓનો પુરવઠો કરવામાં આવી રહ્યો.