બહુ જલદી લૉન્ચ થશે હાઇડ્રોજનથી ચાલતી બાઇક દુનિયાની આવી પહેલી બાઇકનું કાવાસાકીએ કર્યું ટેસ્ટિંગ

31 July, 2024 03:02 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

આ બાઇક ૨૦૩૦ સુધીમાં માર્કેટમાં વેચવાનું કાવાસાકીનું પ્લાનિંગ છે.

હાઇડ્રોજનથી ચાલતી બાઇક

જપાનની બાઇક મૅન્યુફૅક્ચર કરતી કંપની કાવાસાકી બહુ જલદી હાઇડ્રોજનથી ચાલતી બાઇક લૉન્ચ કરશે. હાઇડ્રોજન પાવરનો ઉપયોગ કરવાની રેસમાં કાવાસાકી આગળ નીકળી ગઈ છે. તેણે હાલમાં જપાનમાં આવેલા સુઝુકી સર્કિટમાં દુનિયાની પહેલી હાઇડ્રોજનથી ચાલતી બાઇકનું જાહેરમાં ટેસ્ટિંગ કર્યું હતું. એ માટે એણે એન્જિનમાં થોડો ફેરફાર કર્યો હતો. કાવાસાકી NinjaH2SX મોટરબાઇકમાં હાઇડ્રોજન સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાઇક પેટ્રોલ પર ચાલે છે, પરંતુ ટ્રાયલ માટે એ મૉડલના એન્જિનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 998CCના બાઇકના એન્જિનમાં અલગથી હાઇડ્રોજન ફ્યુઅલ મૅનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાઇકની સાઇડમાં હાઇડ્રોજન ટૅન્કનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એમાં વાલ્વ સિસ્ટમ છે. કાવાસાકીએ કહ્યા મુજબ હાઇડ્રોજનથી ચાલતી બાઇક અને પેટ્રોલથી ચાલતી બાઇક વચ્ચે કમ્પેરિઝન કરવું શક્ય છે. હાઇડ્રોજન બાઇક જેમ ગરમ થાય છે એમ હાઇડ્રોજન વધુ સારી રીતે એન્જિનમાં બળે છે અને એથી એ પર્ફોર્મન્સ સારું આપી શકે છે. હાઇડ્રોજન બાઇક દ્વારા પર્યાવરણને થતા નુકસાનમાં ઘટાડો થઈ શકે છે. આ બાઇક ૨૦૩૦ સુધીમાં માર્કેટમાં વેચવાનું કાવાસાકીનું પ્લાનિંગ છે.

life masala japan tokyo