27 September, 2024 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસ્ટિન ટ્રૂડો
કૅનેડામાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લઘુમતી સરકારે અવિશ્વાસનો મત જીતી લેતાં તેમની સરકાર બચી ગઈ છે. બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં ટ્રુડો સરકારની તરફેણમાં ૨૧૧ સંસદસભ્યોએ અને એની વિરોધમાં ૧૨૦ મેમ્બર ઑફ પાર્લમેન્ટે વોટ આપ્યા હતા. છેલ્લા થોડા સમયથી લિબરલ પાર્ટીની ટ્રુડો સરકારની લોકપ્રિયતા ખાસી ઘટી ગઈ છે. આવતા વર્ષે કૅનેડામાં થનારી ચૂંટણી પહેલાં જસ્ટિન ટ્રુડોની સરકારને ઉથલાવવા માટે કન્ઝર્વેટિવ પાર્ટી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી.