19 July, 2024 12:49 PM IST | Rome | Gujarati Mid-day Correspondent
ઇટાલિયન પ્રાઇમ મિનિસ્ટર જ્યૉર્જિયા મેલોની
ઇટાલિયન પ્રાઇમ મિનિસ્ટર જ્યૉર્જિયા મેલોનીની હાઇટને લઈને મજાક કરવાનું એક જર્નલિસ્ટને ભારે પડ્યું છે. ઇટાલિયન જર્નલિસ્ટ જુલિયા કોર્ટિસે મેલોની પર સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં જ્યૉર્જિયા મેલોનીની હાઇટને લઈને તેણે કમેન્ટ કરી હતી, જેને બૉડી-શેમિંગ ગણવામાં આવ્યું છે. આ કમેન્ટને લઈને સોશ્યલ મીડિયા પર બે મહિલાઓ વચ્ચે ખૂબ મતભેદ થયા હતા. ત્યાર બાદ એની જાણ જ્યૉર્જિયા મેલોનીને થઈ હતી. એ ટ્વીટમાં તેણે લખ્યું હતું કે ‘જ્યૉર્જિયા મેલોની, મને તારાથી ડર નથી લાગતો, કારણ કે તું ફક્ત ૪ ફુટની છે.’ જોકે એ વાતને કારણે જ્યૉર્જિયા મેલોનીએ જર્નલિસ્ટ સામે દાવો કર્યો હતો અને કોર્ટે તેને મેલોનીને ૪.૫ લાખ રૂપિયા ચૂકવવાનું કહ્યું છે. જો જુલિયા કોર્ટિસ ઉપરની કોર્ટમાં આ ચુકાદાને નહીં પડકારે અને રકમ ભરપાઈ કરી દે તો જ્યૉર્જિયા મેલોની એ રૂપિયા દાન આપી દેશે.