15 June, 2024 12:15 PM IST | Rome | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇટલીમાં G7 સમિટ દરમ્યાન વિવિધ દેશોના વડાઓ એક ફોટોશૂટ માટે ભેગા થયા હતા ત્યારે અચાનક અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન બીજી જ દિશામાં ભટકવા માંડ્યા હતા. ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની તેમને હાથ પકડીને પાછા ગ્રુપ સાથે લાવતાં જોવા મળ્યાં હતાં. આ વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર થયો એ પછી તો કેટલાક લોકોએ જૂના કિસ્સા પણ યાદ કરાવતી વિડિયો-ક્લિપ શૅર કરી હતી. એમાં ૮૦ વર્ષના જો બાઇડન કાં તો બેધ્યાન થઈ ગયા હતા કાં તો અચાનક નીચા વળી ગયા હતા અને એક ઘટનામાં બધા હસી રહ્યા હતા ત્યારે જો બાઇડન જાણે કંઈ સમજાયું ન હોય એમ ફ્રીઝ થઈ ગયા હતા. આવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે એવી વાતો ઊડી રહી છે કે બાઇડનની હેલ્થ બરાબર નથી લાગતી.