ઇન્ડિયન્સ માટે વીઝાનો વેઇટિંગ પિરિયડ ઝડપથી ઓછો કરો

02 April, 2024 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકા જવા માટે ભારતીયોને સૌથી વધારે સતાવતા વીઝાના પ્રશ્ને પહેલી વાર પ્રેસિડન્ટ જો બાઇડને રાજદૂતને આપી સૂચના

જો બાઇડન

ભારતીયો માટે અમેરિકાના વીઝા માટે લાંબું વેઇટિંગ જૂની સમસ્યા છે. જોકે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત એરિક ગાર્સેટીએ એક ન્યુઝ-એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ બાઇડને ભારતમાં વીઝા વેઇટિંગ ટાઇમ ઝડપથી ઓછો કરવાની મને સૂચના આપી છે. કોઈ રાજદૂતને આ પ્રકારની સૂચના આપવામાં આવી હોય એવું પહેલી વાર બન્યું છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ માટે પણ લાંબું બૅકલૉગ છે. આ માટે ગાર્સેટીએ કાયદાકીય ગૂંચનું કારણ આપતાં કહ્યું હતું કે અમેરિકી કૉન્ગ્રેસ આ મુદ્દે નક્કર નિર્ણય લેશે એવી આશા છે. હાલ અમેરિકી વીઝાના વેઇટિંગ ટાઇમમાં ૭૫ ટકાનો ઘટાડો થયો હોવાનો ગાર્સેટીએ દાવો કર્યો હતો.  

વીઝાનું જાણવા જેવું
ગયા વર્ષે ભારતમાં ૨.૪૫ લાખ વિદ્યાર્થીઓએ વીઝા માટે અરજી કરી.
ઓપન ડોર્સ રિપોર્ટ મુજબ ૨૦૨૩માં અમેરિકામાં ભારતના ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા ૩૫ ટકા વધી.
૨૦૨૨-’૨૩ના શૈક્ષણિક વર્ષમાં અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા ૨,૬૮,૯૨૩ હતી જે ઑલટાઇમ હાઈ છે. 
વીઝા પ્રક્રિયા ઝડપી બને એ માટે ભારતમાં યુએસ કૉન્સ્યુલેટનો સ્ટાફ વધારવાની અમેરિકી વિદેશ મંત્રાલયે મંજૂરી આપી છે.
છેલ્લા એક વર્ષમાં ૨.૪૫ લાખ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાના સ્ટુડન્ટ-વીઝા માટે અપ્લાય કર્યું હતું. 

international news national news joe biden united states of america