23 March, 2023 09:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Accenture Layoffs: માનવામાં આવી રહ્યું છે કે મંદીની શંકાથી કંટાળીને પ્રૌદ્યોગિક બજેટમાં કાપની ચિંતાઓ વચ્ચે કંપનીએ ગુરુવારે પોતાની વાર્ષિક રાજસ્વ વૃદ્ધિ અને લાભના પૂર્વાનુમાનો પણ ઘટાડી દીધા છે. કંપનીના તાજેતરના અનુમાન પ્રમાણે સ્થાનિક મુદ્રામાં તેનો વાર્ષિક રાજસ્વ વધારો 8 ટકાથી 10 ટકા હોઈ શકે છે.
આઈટી સેવા પ્રદાતા કંપની એક્સેંચરે ગુરુવારે કહ્યું કે તે લગભગ 19000 નોકરીઓમાં કાપ કરશે. કંપનીએ પોતાના વાર્ષિક રાજસ્વ અને નફાના અનુમાનને ઘટાડવાનો નિર્ણય લીધો છે. કંપનીના આ નિર્ણયથી સંકેત એ મળી રહ્યા છે કે બગડતા વૈશ્વિક આર્થિક દ્રષ્ટિકોણથી આઈટી સેવા પરક કૉર્પોરેટ કંપનીઓ પોતાનો ખર્ચ ઘટાડવામાં લાગેલી છે.
મંદીની શક્યતા વચ્ચે કંપનીએ ખર્ચ ઘટાડવા પર આપ્યું જોર
માનવામાં આવી રહ્યું છે કે મંદીની શંકાથી કંટાળીને પ્રૌદ્યોગિક બજેટમાં કાપની ચિંતાઓ વચ્ચે કંપનીએ ગુરુવારે પોતાની વાર્ષિક રાજસ્વ વૃદ્ધિ અને લાભના પૂર્વાનુમાનો પણ ઘટાડી દીધા છે. કંપનીના તાજેતરના અનુમાન પ્રમાણે સ્થાનિક મુદ્રામાં તેનો વાર્ષિક રાજસ્વ વધારો 8 ટકાથી 10 ટકા હોઈ શકે છે. પહેલા કંપનીએ 8 ટકાથી 11 ટકાનું રાજસ્વ વધારાનું અનુમાન લગાડ્યું હતું.
આ પણ વાંચો : છંટણીને લઈને 1400 કર્મચારીઓએ લખ્યા પત્ર, Google CEOને કરી માગ
શૅરમાં આવ્યો ચાર ટકાનો ઉછાળો
કંપનીએ જણાવ્યું કે તેની તરફથી કરવામાં આવતી છંટણીમાં અડધાથી વધારે બિન-બિલ યોગ્ય કૉર્પોરેટ કર્મચારીઓ પ્રભાવિત થશે. કંપનીમાં છંટણીના સમાચાર સાર્વજનિક થયા બાદ શૅર બજારમાં કંપનીના શૅરમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.