04 October, 2024 11:53 AM IST | India | Gujarati Mid-day Correspondent
ભારતમાં આવેલા ઇઝરાયલી ટૂરિસ્ટો મોજથી પાર્ટી કરતા
પોતાના જ દેશમાં જુઇશ પ્રજા પર ઇઝરાયલમાં ચોમેરથી અટૅક થઈ રહ્યા છે, પરંતુ તેમનો સ્પિરિટ હાઈ છે. ક્યાંક બંકરમાં છુપાયેલા લોકો ડાન્સ કરતા જોવા મળે છે તો ભારતમાં આવેલા ઇઝરાયલી ટૂરિસ્ટો મોજથી પાર્ટી કરે છે. બીજી ઑક્ટોબરથી શરૂ થયેલા જુઇશ ન્યુ યરના સેલિબ્રેશનમાં ભારત આવેલા ટૂરિસ્ટો પુષ્કરમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા. એ ખાણીપીણી સાથે તેમણે પાછળ પોસ્ટર લગાવેલું, ‘અમે કદી સેલિબ્રેશન બંધ નહીં કરીએ.’