ઇઝરાયલે ૧૮૦૦ કિલોમીટર દૂર યમનમાં કરી ઍર-સ્ટ્રાઇક

22 July, 2024 03:06 PM IST  |  Jerusalem | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું કે એવી કોઈ જગ્યા નથી જ્યાં અમે ન પહોંચી શકીએ

વડા પ્રધાન નેતન્યાહુ

ઈરાન-સમર્થિત વિદ્રોહીઓ દ્વારા તેલ અવિવ પર કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જવાબ આપવા માટે ઇઝરાયલ ઍર ફોર્સે યમનના રાતા સમુદ્રના બંદર હુદાયદાહમાં હુથીના કબજાવાળા વિસ્તારોમાં ઍર-સ્ટ્રાઇક કરી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ હુમલા બાદ ઇઝરાયલ ઍર ફોર્સે ઑપરેશન આઉટ્સટ્રેચ્ડ આર્મ વિશે બોલતાં કહ્યું હતું કે ઇઝરાયલી સેનાએ અત્યાર સુધીમાં કરેલો આ સૌથી દૂરનો હુમલો છે. આરબદ્વીપ સમૂહના ગરીબ દેશ યમન પર આ હુમલો કરાયો છે.

વડા પ્રધાન નેતન્યાહુએ વિડિયો-નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આ ઑપરેશનથી અમારી સરહદોથી ૧૮૦૦ કિલોમીટર દૂરના લક્ષ્યને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ અમારા દુશ્મનોને ચેતવણી છે કે એવી કોઈ જગ્યા નથી જ્યાં અમારા લાંબા હાથ ન પહોંચી શકે, એવી કોઈ જગ્યા નથી જ્યાં અમે ન પહોંચી શકીએ.’ 

israel iraq international news world news