ઇઝરાયલની ફોર્સ ગાઝામાં પ્રવેશી

29 October, 2023 01:04 PM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલ અને હમાસ આતંકવાદી ગ્રુપ વચ્ચેના યુદ્ધમાં હવે નવા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે.

ગાઝા પટ્ટી પર ગઈ કાલે ઇઝરાયલના પાવરફુલ હવાઈ હુમલા બાદ નીકળી રહેલો ધુમાડો.

તેલ અવિવ ઃ ઇઝરાયલ અને હમાસ આતંકવાદી ગ્રુપ વચ્ચેના યુદ્ધમાં હવે નવા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ શુક્રવારે રાત્રે ગાઝામાં પ્રવેશી હતી. ઇઝરાયલ પર સાતમી ઑક્ટોબરે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કાર્યવાહી થઈ રહી છે. આ આતંકવાદી હુમલા થયા ત્યારથી ગઈ કાલે સૌથી વધુ
આક્રમક રીતે ગાઝા પટ્ટી પર ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરવામાં
આવ્યા હતા. 
ઇઝરાયલના ડિફેન્સ ફોર્સના પ્રવક્તા રિયર ઍડ્મિરલ ડૅનિયલ હગરીએ ગઈ કાલે સવારે તેલ અવિવમાં કહ્યું હતું કે ‘ઇઝરાયલની ફોર્સ ગાઝા પટ્ટીમાં પ્રવેશી છે, જ્યાં ગ્રાઉન્ડ ઑપરેશનનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અહીં
ઇન્ફ્રન્ટ્રી, આર્મર અને એન્જિનિયર યુનિટ્સ છે અને ભારે ફાયરિંગ થઈ રહ્યું છે.’

ઇઝરાયલ પર બંને તરફથી હુમલા
૧. ગાઝા બૉર્ડર પાસેના અનેક એરિયામાં ગઈ કાલે આખી સવાર હમાસના આતંકવાદીઓએ રૉકેટ્સ વરસાવ્યા હતા. 
૨. ઇઝરાયલની ડિફેન્સ ફોર્સે જણાવ્યું કે બૉર્ડર પરના ઇઝરાયલના ટાઉન્સ અને મિલિટરી પોઝિશન્સ પર લેબૅનનમાંથી મોર્ટાર્સ અને ઍન્ટિ-ટૅન્ક ગાઇડેડ મિસાઇલ્સથી હુમલા કરવામાં આવ્યા હતા. જેનો ઇઝરાયલે જવાબ આપ્યો હતો.

national news hamas israel