ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં મૃત્યુઆંક ૪૦૦૦ની નજીક

17 October, 2023 10:00 AM IST  |  Jerusalem | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે સતત દસમા દિવસે પણ હિંસા ચાલુ જ હતી

ઇઝરાયલના હવાઈ હુમલામાં તૂટી પડેલી નુસીરતની ઇમારતમાં ઊભેલા યુવકો

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના પ્રચંડ સંઘર્ષમાં મૃત્યુઆંક ૪૦૦૦ની નજીક પહોંચી ગયો છે, કારણ કે ગઈ કાલે સતત દસમા દિવસે પણ હિંસા ચાલુ જ હતી. ઇઝરાયલનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર ૭ ઑક્ટોબરે પ્રથમ વખત યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી અત્યાર સુધી ૧૩૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. રૅગિંગ હિંસામાં અત્યાર સુધી ૩૬૨૧ ઇઝરાયલીઓ ઘાયલ થયા છે. હમાસ-નિયંત્રિત ઍન્ક્લેવમાં પૅલેસ્ટીનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ગાઝામાં મૃત્યુઆંક વધીને ૨૬૭૦ થયો છે, જેમાં ૯૬૦૦થી વધુને ઈજા થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ગાઝામાં ૪૫૫ લોકાનાં મૃત્યુ થયાં છે અને ૮૫૬ લોકો ઘાયલ થયા છે એવું મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કુદ્રાએ જણાવ્યું કે ઇઝરાયલી હવાઈ હુમલાને પરિણામે રહેણાક વિસ્તારો અને હૉસ્પિટલ તરફ જતા રસ્તાઓ પર પણ વિનાશને લીધે બચાવ-કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ગઈ કાલે સવાર સુધી અંદાજે ૬ લાખ લોકોની ગીચ વસ્તીવાળા ઍન્ક્લેવમાં સ્થળાંતર થયાં હતાં, જેમાંથી લગભગ ૩ લાખ હાલમાં યુએન રિલીફ વર્ક્સ એજન્સી દ્વારા નિયુક્ત સ્થળોએ આશ્રય લઈ રહ્યા છે.

israel international news