02 October, 2024 05:27 PM IST | Israel | Gujarati Mid-day Correspondent
ઈરાને ઇઝરાયલ પર ૧૦૦થી વધારે મિસાઇલ છોડી
ગઈ કાલે મોડી રાતે ઈરાને ઇઝરાયલ પર ૧૦૦થી વધારે મિસાઇલ છોડી હતી અને ઇઝરાયલને ચેતવણી આપી હતી કે જો તેમના પર હુમલો કરવામાં આવશે તો એનાં બહુ જ ગંભીર પરિણામ આવશે. બીજી બાજુ, ઇઝરાયલે એના નાગરિકોને બંકરમાં જતા રહેવાની સૂચના આપી હતી. ભારતીય દૂતાવાસે પણ ઇઝરાયલમાં રહેતા ભારતીયોને સતર્ક અને ઇઝરાયલે બહાર પાડેલા સેફ્ટી પ્રોટોકૉલનું પાલન કરવા કહ્યું હતું. હુમલો કર્યા બાદ ઈરાને સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું હતું કે આ હુમલો ઇસ્માઇલ હાનિયા અને સૈયદ હસન નસરુલ્લાહની મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.
આ પહેલાં ઈરાન સમર્થિત લેબૅનનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ ગઈ કાલે ઇઝરાયલમાં તેલ અવિવ પાસે આવેલા મોસાદના મુખ્યાલય અને ગ્લીગોટમાં મિલિટરી ઇન્ટેલિજન્સ યુનિટના બેઝ પર ફાદી-૪ નામનાં રૉકેટ છોડ્યાં હતાં.