22 November, 2024 03:15 PM IST | Israel | Gujarati Mid-day Correspondent
બેન્જામિન નેતન્યાહુ
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયલના ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાન યોવ ગેલેટ સામે ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે ગઈ કાલે ગાઝામાં યુદ્ધ અને માનવતાના વિરોધમાં અપરાધો માટે અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યાં છે. તેમની સામે હત્યા, શોષણ અને અમાનવીય કૃત્યોના આરોપો લગાવવામાં આવ્યા છે. આ કોર્ટના આદેશ તેના ૧૨૪ મેમ્બરોએ માનવા પડે છે અને તેમના દેશમાં આ બે નેતાઓ આવે તો તેમની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હેગમાં આવેલી કોર્ટે કહ્યું છે કે ઇઝરાયલે ગાઝામાં નાગરિકો માટે ભોજન, પાણી અને સ્વાસ્થ્ય સંબંધિત સારવારની આપૂર્તિ કરવાનું બંધ કરી દીધું છે એટલે નાનાં બાળકો સહિત હજારો લોકોનાં મોત થયાં છે. ૨૦૨૩ની ૮ ઑક્ટોબરથી ૨૦૨૪ની ૨૦ મે સુધીના સમયગાળામાં યુદ્ધને કારણે અનેક નિર્દોષ લોકોનાં મૃત્યુ થયાં છે. એના માટે આ બે નેતા જવાબદાર છે.