દુનિયાના સૌથી પ્રતિભાશાળી સ્ટુડન્ટ્સમાં મૂળ ભારતની નતાશા પેરિઅનાયાગમ સામેલ

08 February, 2023 11:08 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નતાશાએ ૨૦૨૧માં પણ જૉન્સ હૉપકિન્સ સેન્ટર ફૉર ટૅલન્ટેડ યુથના કાર્યક્રમમાં ભાગ લીધો હતો

નતાશા પેરિઅનાયાગમ

વૉશિંગ્ટન : અમેરિકા સ્થિત જૉન્સ હૉપકિન્સ સીટીવાય (સેન્ટર ફૉર ટૅલન્ટેડ યુથ) દ્વારા દુનિયાના સૌથી પ્રતિભાશાળી સ્કૂલ સ્ટુડન્ટ્સના લિસ્ટમાં ભારતીય-અમેરિકન નતાશા પેરિઅનાયાગમનો સમાવેશ છે. 

નતાશા ન્યુ જર્સીમાં ફ્લોરન્સ એમ. ગૌદિનેર મિડલ સ્કૂલમાં ભણતી ૧૩ વર્ષની સ્ટુડન્ટ છે. તેના પેરન્ટ્સ ચેન્નઈના છે અને તેને ડૂડલિંગ તેમ જ ફ્રી સમયમાં જેઆરઆર ટૉલકિન્સની નૉવેલ વાંચવાનું ગમે છે. નતાશાએ ૨૦૨૧માં પણ જૉન્સ હૉપકિન્સ સેન્ટર ફૉર ટૅલન્ટેડ યુથના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એ સમયે તે પાંચમા ધોરણમાં હતી. એ ટેસ્ટમાં તેણે વર્બલ અને ક્વૉન્ટેટિવ સેક્શન્સમાં સારું પર્ફોર્મ કર્યું હતું. 

આ પણ વાંચો : નિક્કી હેલી અમેરિકન પ્રેસિડન્ટ બનવા માટેની રેસમાં ઊતરશે

આ વર્ષે તેનો દુનિયાના સૌથી પ્રતિભાશાળી સ્ટુડન્ટ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંસ્થાએ ૭૬ દેશોના ૧૫,૦૦૦થી વધારે સ્ટુડન્ટ્સની લીધેલી ટેસ્ટ્સના આધારે આ રિઝલ્ટ્સ આવ્યાં છે. આ વખતે સૌથી વધુ સ્કોર કરનાર કૅન્ડિડેટ્સમાં નતાશાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

international news united states of america washington