02 February, 2023 10:54 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વૉશિંગ્ટનઃ ભારતીય મૂળનાં અમેરિકન અને રિપબ્લિકન પાર્ટીનાં લીડર નિક્કી હેલી ૨૦૨૪માં અમેરિકન પ્રેસિડન્ટની પોસ્ટ માટેની રેસમાં સામેલ થવાના પોતાના નિર્ણયની ઔપચારિક જાહેરાત ૧૫મી ફેબ્રુઆરીએ કરી શકે છે. જો વાસ્તવમાં એમ થશે તો તેઓ ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને પડકારશે. હેલી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત પણ રહ્યાં હતાં. હેલીએ આ પહેલાં જણાવ્યું હતું કે જો ટ્રમ્પ ફરીથી ચૂંટણી લડશે તો તેઓ તેમની સામે ઉમેદવારી નહીં નોંધાવે. જેના વિશે તેમને તાજેતરમાં પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ‘સ્થિતિ ખૂબ બદલાઈ છે.’ જોકે તાજેતરમાં તેમણે તેમનો નિર્ણય બદલ્યો છે. રીસન્ટ્લી તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘આ સમય નવી જનરેશન માટે છે.’ નિક્કી સાઉથ કૅરોલિનાના ગવર્નર પણ રહી ચૂક્યાં હતાં.