ભારતે રાફેલ ઍરક્રાફ્ટનું નેવલ વર્ઝન પસંદ કર્યું : ધ સૉલ્ટ એવિયેશન

16 July, 2023 09:27 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ભારતના સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સ પાસેથી ૨૬ રાફેલ જેટ ખરીદવાની મંજૂરી આપી છે

પ્રતીકાત્મક તસવીર

ભારત સરકારે નૌકાદળને અદ્યતન જનરેશન ફાઇટર ઍરક્રાફ્ટથી સજ્જ કરવા માટે રાફેલ ઍરક્રાફ્ટના નેવલ વર્ઝનની પસંદગી કરી છે. રાફેલના નિર્માતા અને ફ્રાન્સમાં ઍરક્રાફ્ટ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં અગ્રણી ધ સૉલ્ટ એવિયેશને ગઈ કાલે આ માહિતી આપી. ભારતના સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સ પાસેથી ૨૬ રાફેલ જેટ ખરીદવાની મંજૂરી આપી છે. શુક્રવારે ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુએલ મૅક્રૉન સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણા બાદ જાહેર કરવામાં આવેલા દસ્તાવેજમાં રાફેલ જેટની ખરીદીનો કોઈ ઉલ્લેખ નથી. 

india france indian navy international news