ભારતીય વિદ્યાર્થીઓ પર આવશે કૅનેડા છોડવાનું સંકટ? પરમિટને લઈને ટ્રુડો સરકારે લીધો આ નિર્ણય

02 December, 2024 04:06 PM IST  |  Toronto | Gujarati Mid-day Online Correspondent

India Canada Dispute:

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

ભારત અને કૅનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર કેનાડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પર થવાની છે. કૅનેડા ભણવા માટે ગયેલા ભારતીય મૂળના લગભગ સાત લાખ વિદ્યાર્થીઓ પર આવતા વર્ષે દેશ છોડવાનું સંકટ આવી શકે છે. કારણ છે કે જે સ્ટુડન્ટ્સની વર્ક પરમિટ પૂરી થઈ રહી છે તે રિન્યૂ થશે કે નહીં તેને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે. કૅનેડાની જસ્ટિન ટ્રુડોની (India Canada Dispute) સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે અને 2025માં વધુ 10 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક કૅનેડા સરકારનો છે. આ પોલિસીમાં ફેરફારોનો હેતુ વિદ્યાર્થીઓનું ભણવા આવવાનું અને તેમને રહેણાક પૂરું પાડવાના પડકારો વચ્ચે બેલેન્સ જાળવી રાખવાનો છે એવું સરકારે તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું.

10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ મે 2023 સુધી કૅનેડામાં (India Canada Dispute) હતા. જેમાંથી 396,235 વિદ્યાર્થીઓ એવા છે જે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધરાવે છે. આ સંખ્યા 2018 ના વર્ષ કરતાં ત્રણ ગણી વધુ છે. જોકે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આવતા વર્ષે પૂર્ણ થવાના છે જેને લીધે કૅનેડામાં કાયમી વસવાટની આશા રાખનાર વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થવાનો છે. પંજાબથી ગયેલા વિદ્યાર્થીઓએ પોલિસી ફેરફારોનો વિરોધ કરીને કૅનેડાના બ્રેમ્પટનમાં પ્રદર્શન કર્યું છે. તેઓ માને છે કે આ ફેરફારો કૅનેડામાં રહેવાની અને કાયમી નિવાસ મેળવવાની તેમની તકોને અસર કરી રહ્યા છે.

કૅનેડિયન ઇમિગ્રેશન અધિકારીઓ અપેક્ષા રાખે છે કે મોટાભાગના ઇમિગ્રન્ટ્સ (India Canada Dispute) તેમની પરમિટ પૂરી થયા પછી કૅનેડા છોડી દેશે. કૅનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે 50 લાખ પરમિટની સમયસીમા પૂરી થઈ રહી છે, તેમાંથી 7 લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓની છે જેમણે હાલમાં ટ્રુડો સરકારની ઈમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો છે. ટેમ્પરરી વર્ક પરમિટ સામાન્ય રીતે 9 મહિનાથી 3 વર્ષ માટે આપવામાં આવે છે. કૅનેડામાં કાયમી વસવા માટે અરજી કરવા માટે જરૂરી અનુભવ મેળવવા માટે ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને જ આ પ્રકારનું વર્ક પરમિટ આપવામાં આવે છે. મિલરે કહ્યું છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કૅનેડામાં રહેવા માટે અરજી કરી રહ્યા છે, જે ચિંતાજનક છે. આ વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે આ અરજીઓની કડક તપાસ કરીશું અને ખોટા અરજદારોની અરજીઓ રદ કરીશું.

જો કે ટ્રુડોના આ નિર્ણયનો તેમના જ દેશમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કન્જર્વેટિવ નેતા પિયરે પોલીવરે (India Canada Dispute) વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની આ નવી નીતિઓની ટીકા કરી હતી, અને કહ્યું છે કે આ બાબતથી અસ્થાયી રહેવાસીઓ માટે મુશ્ક્લીઓ નિર્માણ થશે અને તેનાથી દેશને નુકસાન પણ થશે. વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ લોકોને દેશ છોડવો પડી શકે છે જેના કેટલાક ખોટા પરિણામો પણ આવી શકે છે.

india canada international news punjab khalistan justin trudeau