03 February, 2023 10:44 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) : ભારત અને અમેરિકા ૩૦ એમક્યુ-9બી પ્રિડેટર આર્મ્ડ ડ્રોન્સ માટેની ત્રણ અબજ ડૉલર (૨૪૬ અબજ રૂપિયા) કરતાં વધુ રકમની ડીલને શક્ય એટલું વહેલું અંતિમ સ્વરૂપ આપવા માટે આતુર છે, જેનાથી વાસ્તવિક અંકુશરેખા અને હિન્દ મહાસાગરમાં દુશ્મનની હિલચાલ પર નજર રાખવામાં ઇન્ડિયન આર્મ્ડ ફોર્સને મદદ મળશે. આ ડીલ વિશે જાણકાર અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી વાતચીત ચાલી રહી હતી ત્યારે હવે ભારતે આ સંબંધમાં નિર્ણય લેવાનો છે. આર્મી, નેવી અને ઍર ફોર્સને દસ-દસ એમક્યુ-9બી પ્રિડેટર આર્મ્ડ ડ્રોન પૂરાં પાડવાની યોજના છે. એમક્યુ-9બી એ આ પ્રકારનાં કોઈ પણ ઍરક્રાફ્ટ કરતાં વધારે દૂર સુધી ઉડાન ભરી શકે છે, હવામાં વધુ સમય સુધી રહી શકે
છે અને જુદાં-જુદાં મિશનને પાર પાડી શકે છે.