18 March, 2023 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇમરાન ખાન (ફાઈલ તસવીર)
તોશખાના મામલે રજૂઆત માટે ઈમરાન ખાન સેંકડો સમર્થકો સાથે લાહોરથી ઈસ્લામાબાદ માટે નીકળ્યા. આ દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો. કાફલાની ગાડીઓ અંદરોઅંદર અથડાઈ. અકસ્માત બાદ અનેક ગાડીઓ રસ્તા પર ઊંધી વળી ગઈ. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. અકસ્માત બાદ રસ્તા પર લાંબો જામ પણ લાગી ગયો. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ઈમરાન ખાનને ઈજા થઈ નથી. તે માંડ બચ્યા છે. અકસ્માત બાદ ઈમરાને વીડિયો જાહેર કર્યો છે.
હકિકતે, તોશખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન આજે સવારે લાહોરથી ઈસ્લામાબાદ માટે રવાના થયા હતા. તેમને ઈસ્લામાબાદ જિલ્લા સત્ર ન્યાયાલયમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુનાવણી આજે બપોર પછી શરૂ થવાની છે. આ પહેલા પણ જોશખાના કેસમાં ઈમરાન ખાનને અનેક વાર રજૂ થવા માટે આદેશ આપવામાં આવ્યો હતો પણ, તે રજૂઆત માટે કૉર્ટમાં હાજર થઈ શક્યા નહોતા.
કાફલો બન્યો અકસ્માતનો શિકાર
જ્યારે ઈમરાન ખાન ઈસ્લામાબાદ જઈ રહ્યા હતા, તો આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યમાં કાફલો હાજર હતો. રોડ પરથી જતા કાફલાની ગાડીઓ બેકાબૂ થઈને અંદરોઅંદર અથડાઈ ગઈ. આથી મોટો અકસ્માત થઈ ગયો. પોલીસ ટીમે તત્કાલ રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યો અને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડ્યા. આ અકસ્માતમાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હોય તેમની સંખ્યા 3 કહેવામાં આવી રહી છે. જો કે, ઈમરાન ખાનને ઈજા થઈ નથી તે માંડ માંડ પણ બચી ગયા છે.
ઇસ્લામાબાદમાં ખૂણે-ખૂણે પોલીસ સુરક્ષા
ઈમરાન ખાનની રજૂઆતને લઈને કોઈ વિવાદ ન થાય, આથી સુરક્ષા વ્યવસ્થાના ખાસ બંધોબસ્ત કરવામાં આવ્યા છે. ઇસ્લામાબાદ શહેરમાં શુક્રવારે રાતથી જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : અદાણી ગ્રુપને મોટી રાહત, આ ત્રણ સ્ટૉક પરથી ખસેડાઈ દેખરેખ, હવે દેખાશે તેજી!!
ઇમરાને જાહેર કર્યો વીડિયો
ઇમરાન ખાને અકસ્માત પછી પોતાના વીડિયો મેસેજમાં કહ્યું, "હું સરકારના ઈરાદા જાણું છું, જે `કાયદાના શાસન`માં નહીં પણ મારી ધરપકડનો તેમને વિશ્વાસ હતો. હું કૉર્ટ જઈ રહ્યો છું એ જાણવા છતાં કે તે મારી ધરપકડ કરી લેશે. હું કાયદાના શાસનમાં વિશ્વાસ રાખું પણ સરકાર નથી કરતી."