હવે વાર્ષિક આવક ૨૯,૦૦૦ પાઉન્ડ હશે તો જ બ્રિટનમાં ફૅમિલીને બોલાવી શકાશે

13 April, 2024 05:28 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નવી પૉલિસી મુજબ હવે વાર્ષિક ૨૯,૦૦૦ પાઉન્ડ (આશરે ૩૦ લાખ રૂપિયા) આવક હશે તે લોકો જ પોતાના પરિવારને બ્રિટન બોલાવી શકશે.

ઋષિ સુનક (ફાઈલ તસવીર)

બ્રિટન સરકારની નવી ફૅમિલી વીઝા પૉલિસી ગુરુવારથી લાગુ થઈ ગઈ છે. આ નીતિ બ્રિટનમાં રહેતા એવા વિદેશીઓ માટે છે જે પોતાના પરિવારજનોને બોલાવવા માગે છે. નવી પૉલિસી મુજબ હવે વાર્ષિક ૨૯,૦૦૦ પાઉન્ડ (આશરે ૩૦ લાખ રૂપિયા) આવક હશે તે લોકો જ પોતાના પરિવારને બ્રિટન બોલાવી શકશે. અગાઉ આવકની મર્યાદા ૧૮,૬૦૦ પાઉન્ડ (૧૮ લાખ રૂપિયા) હતી. આ વધારો પંચાવન ટકા કરતાં વધારે છે. બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે ગયા વર્ષે આ નીતિની જાહેરાત કરી હતી. આગામી વર્ષે વેતનમર્યાદામાં હજી વધારો કરવામાં આવશે એટલે કે બ્રિટનમાં રહેતા ભારતીયો માટે પોતાના પરિવારજનોને બોલાવવા વધુ અઘરું થશે.

rishi sunak great britain international news world news india