હ્યુન્દાઇ અને કિયાએ સાથે મળીને ઇન્ડોનેશિયામાં ઍર-ટૅક્સી લૉન્ચ કરી

30 July, 2024 03:24 PM IST  |  Jakarta | Gujarati Mid-day Correspondent

ઇન્ડોનેશિયાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ટ્રાન્સપોર્ટ સર્વિસને શુકલ નામ આપવામાં આવ્યું છે.

હ્યુન્દાઇ અને કિયાએ સાથે મળીને ઇન્ડોનેશિયામાં ઍર-ટૅક્સી લૉન્ચ કરી

સાઉથ કોરિયાની બે કાર મૅન્યુફૅક્ચર કંપનીઓ હ્યુન્દાઇ અને કિયાએ સાથે મળીને ઍર-ટૅક્સી લૉન્ચ કરી છે. ઇન્ડોનેશિયાના નવા કૅપિટલ નુસાનતારામાં આવેલા સમરિન્દા ઍરપોર્ટ પાસે આ ઇવેન્ટ રાખવામાં આવી હતી. હ્યુન્દાઇ અને કિયાએ ઍડ્વાન્સ ઍર મોબિલિટી ટેક્નૉલૉજીની મદદથી બનાવેલી ઍર-ટૅક્સી લૉન્ચ કરી હતી. ઇન્ડોનેશિયાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ટ્રાન્સપોર્ટ સર્વિસને શુકલ નામ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં જેઓ હાજર હતા તેમને શુકલ સર્વિસમાં બેસીને એનો અનુભવ લેવાનો ચાન્સ આપવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયાની મેઇન લૅન્ડની આસપાસ ઘણા નાના-મોટા આઇલૅન્ડ છે. એક આઇલૅન્ડથી બીજા આઇલૅન્ડ વચ્ચે ઘણું અંતર હોવાથી રસ્તો બનાવવો મુશ્કેલ છે. આથી ઍર સર્વિસનો ઉપયોગ કરવો પડે છે. ફ્લાઇટમાં વધુ વ્યક્તિની જરૂર હોય છે. આથી ટૅક્સી સર્વિસમાં લિમિટેડ વ્યક્તિને બેસાડીને જઈ શકાતું હોવાથી હ્યુન્દાઇ અને ઇન્ડોનેશિયાની નુસાનતારા કૅપિટલ સિટી ઑથોરિટી એ વિશે સાથે મળીને કામ કરી રહી હતી.

indonesia automobiles life masala international space station hyundai